આજે દેશમાં લોકશાહી નથી, લોકતંત્રની દરરોજ હત્યા થઈ રહી છે- રાહુલ ગાંધીએ ભાજપ સરકાર પર કર્યા પ્રહાર

Published on: 12:12 pm, Fri, 5 August 22

રાહુલ ગાંધી(Rahul Gandhi)એ પ્રેસ કોન્ફરન્સ કરીને કેન્દ્ર સરકાર(Central Govt) પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે લોકતંત્ર(Democracy)ની દરરોજ હત્યા થઈ રહી છે. સંસદમાં મુદ્દો ઉઠાવવા બદલ ધરપકડ કરવામાં આવી છે. મોંઘવારી(Inflation), બેરોજગારી(Unemployment)નો મુદ્દો ઉઠાવવા દેવામાં આવતો નથી. આજે દેશમાં લોકશાહી નથી, અમને સંસદમાં ચર્ચા કરવા દેવામાં આવતી નથી. તે જ સમયે, રાજસ્થાન(Rajasthan)ના સીએમ અશોક ગેહલોતે(Ashok Gehlot) પણ કહ્યું કે દેશમાં આજકાલ EDનો આતંક છે. દેશને બચાવવા માટે આપણે અવાજ ઉઠાવવો પડશે. દેશમાં લોકશાહી ખતમ થઈ રહી છે. પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ કહ્યું કે આજે દેશમાં સૌથી વધુ મોંઘવારી અને બેરોજગારી છે. કોરોનાને લીધે થયેલા મોત પર સરકાર ખોટું બોલી. સરકાર વધતી બેરોજગારી અંગે જુઠ્ઠુ બોલી રહી છે. વાસ્તવિકતા કંઈક છે, માત્ર ધારણા કરવામાં આવી રહી છે.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે દાવો કર્યો હતો કે ભારતમાં “લોકશાહી મરી રહી છે” અને દેશે 70 વર્ષમાં જે મેળવ્યું હતું તે છેલ્લા આઠ વર્ષમાં નષ્ટ થઈ ગયું છે. “લોકશાહી મરી રહી છે,” તેમણે મોંઘવારી અને બેરોજગારી સામે પક્ષના પ્રસ્તાવિત વિરોધ પહેલા કહ્યું. આ દેશે 70 વર્ષમાં જે બનાવ્યું તે આઠ વર્ષમાં નાશ પામ્યું. આજે દેશમાં લોકશાહી નથી. અમે મોંઘવારી, બેરોજગારી અને સમાજમાં થઈ રહેલી હિંસાના મુદ્દાઓ ઉઠાવવા ઈચ્છીએ છીએ. અમને સંસદની અંદર કે બહાર બોલવાની મંજૂરી નથી. આજે કોઈ સંસ્થા સ્વતંત્ર નથી. કોંગ્રેસના સમયમાં સંસ્થાઓ સ્વતંત્ર હતી.

પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ કહ્યું કે હું હુમલામાંથી શીખું છું, મારા પર જેટલા હુમલા થશે તેટલો મને ફાયદો થશે. તે લોકો 24 કલાક જૂઠું બોલે છે. સરકાર ડરેલી છે કારણ કે તે ખોટું બોલે છે. હું જનતાને લગતા પ્રશ્નો ઉઠાવીશ. સંસ્થાઓ નિષ્પક્ષ રહે તે જરૂરી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે ગાંધી પરિવાર લોકશાહી માટે લડે છે. GST એક આફત સમાન છે. સરકાર સંસદમાં ચર્ચા કરવા માંગતી નથી. ગાંધી પરિવાર વિચારધારા માટે લડે છે. અમારા પરિવારે દેશ માટે જીવ આપ્યો છે. દેશમાં લોકશાહી માત્ર યાદોમાં રહી ગઈ છે.

કોંગ્રેસ આજે મોંઘવારી અને બેરોજગારી સામે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે, જે અંતર્ગત કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ના સભ્યો અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ વડાપ્રધાનના નિવાસસ્થાનનો ઘેરાવ કરવાની યોજના બનાવી રહ્યા છે. મુખ્ય વિપક્ષી દળના જણાવ્યા અનુસાર કોંગ્રેસના લોકસભા અને રાજ્યસભાના સભ્યો સંસદ ભવનથી રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.