ચુંટણી લડશે હાર્દિક પટેલ? CR પાટીલની ઊંઘ હરામ કરી દેશે હાર્દિકનો માસ્ટર ‘ગેમ પ્લાન’

હાર્દિક પટેલ (Hardik Patel) ગત વિધાનસભાની ચુંટણી (Election) લડવાથી દુર રહ્યા હતા. વાતનું મૂળ એવું છે કે પાટીદાર અનામત અંદોલન (Anamat Andolan) સમયે થયેલા તોફાનો…

હાર્દિક પટેલ (Hardik Patel) ગત વિધાનસભાની ચુંટણી (Election) લડવાથી દુર રહ્યા હતા. વાતનું મૂળ એવું છે કે પાટીદાર અનામત અંદોલન (Anamat Andolan) સમયે થયેલા તોફાનો વખતે ૨૦૧૫માં વિસનગરમાં થયેલા તોફાનોમાં હાર્દિક પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેના કારણે હાર્દિક પટેલ ચુંટણી લડી શક્યા નોહતા. હાલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિકપટેલ હવે આવનારી વિધાનસભાની ચુંટણીની તૈયારીમાં લાગી ગયા છે.

2015માં વિસનગર તોફાનોના કેસમાં 2 વર્ષની સજા થઈ હતી પણ હવે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને પાટીદાર નેતા હાર્દિક પટેલે વિધાનસભાની ચૂંટણી લડવાનું મન બનાવી લીધું છે. આ માટે તેને કાનૂની પગલું ભર્યું છે. અને કાર્યવાહી શરૂ કરી દીધી છે.

ગત વિધાનસભાની ચૂંટણી પૂર્વે 2015માં વિસનગરના તોફાનોના કેસમાં હાર્દિક પટેલને બે વર્ષની સજા થઈ હતી. જોકે હાર્દિક પટેલ અત્યારે આ કેસમાં જામીન પર છે. ત્યારે આ કેસમાં તે દોષિત ઠર્યો હોવાથી ચૂંટણી લડી શકતો નહોતો. પરંતુ તે પોતાનો દોષ ગણિત કરવા માંગે છે, જેના માટે તેમને કાનૂની કાર્યવાહી શરૂ કરી દીધી છે. જેથી કરીને તે આવનારી ચૂંટણી લડી શકે અને જીતી શકે તદુપરાંત આ અરજીની સુનાવણી બે અઠવાડિયા માટે ટળી ગઈ છે.

પાટીદાર અનામત આંદોલન સમયે પાટીદારો પર થયેલા અત્યાચારો અને કેસને લઇને રાજ્ય સરકારે હાલમાં જ એક મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં સરકારે તોફાનોના પાટીદારો પર થયેલા ૧૦ થી પણ વધારે કેસો પરત ખેંચાશે, આ સાથે જ હાર્દિક પટેલ સામેના કેસ ને પરત ખેંચવાની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે. તેમ જ હાર્દિક પટેલ પર લાગેલા બે કેસ પરત ખેંચવાના મુદ્દે સરકાર પ્રયત્નશીલ પણ થઈ ચૂકી છે. એવું કહેવાય રહ્યું છે લોકોના મતે ચૂંટણી આવવાની હોવાથી સરકાર સફાળી બેઠી થઈ છે.

પાટીદારો સામેના કેસ પરત ખેંચવાના મુદ્દે સરકારે તુરંત ઝડપી કાર્યવાહી શરૂ કરી છે, અને સરકારે પરત ખેંચવા 10 કેસોમાંથી અમદાવાદ સેશન્સ કોર્ટમાંથી ૭-૭ કેસ પરત ખેંચાયા છે. જ્યારે મેટ્રોપોલિટન કોર્ટમાં થી ત્રણ કેસ પરત ખેંચાયા છે, બરોડા, રામોલ, બાપુનગર, અને ક્રાઇમ બ્રાન્ચ,સાબરમતી, નવરંગપુરા, અને શહેરકોટડાના એક-એક જ્યારે કૃષ્ણ નગર ના બે કેસ પરત ખેંચવામાં આવ્યા છે. આ સિવાય અન્ય કેસોનેપરત ખેંચવા માટે મેટ્રોકોર્ટમાં 15 એપ્રિલે એક સરકાર દ્વારા તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા સરકારના મહત્વના નિર્ણય અંગે હાર્દિક પટેલનું નિવેદન આવ્યું છે, કે કેસો પરત ખેંચવાની જાહેરાત ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા કરાઈ હતી, આનંદીબેન પટેલની સરકારમાં આ જાહેરાત થઈ હતી. તેથી કેસ પરત ખેંચાયા છે અને સરકાર સમાજને ગુમરાહ કરી રહી છે. બધા કેસો પાછા ખેંચવા હાર્દિક પટેલે ઉગ્ર માંગ કરી છે.

આ સાથે જ ગુજરાતની રાજ્ય સરકારે કુલ ૭૦ જેટલા પાટીદારો સામેના કેસો પાછા ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજગરો સિવાયના તમામ કેસો પાછા ખેંચવામાં આવશે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદ સેશન્સ કોર્ટમાં હાર્દિક પટેલ સામે રાજદ્રોહનો કેસ ચાલુ છે તે સિવાયના તેના પરના પણ તમામ કેસો પરત ખેંચવામાં આવશે. આ અંગે નિવેદન આપતા પાટીદાર અનામત આંદોલન સમિતિના સભ્ય તેમજ આપ નેતા અલ્પેશ કથીરિયાએ કહ્યું કે, ગુજરાત સરકારની કાર્યવાહીથી સંતુષ્ટ છીએ, પણ તમામ કેસો પરત ખેંચાશે ત્યારે પૂર્ણ સંતોષ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *