સેક્સ અને હાસ્ય વચ્ચે હોય છે આવું કનેક્શન, થશે બમણી ખુશીનો અનુભવ

વિજ્ઞાન એ વાત સાબિત કરી ચૂક્યું છે કે સેક્સ દરમિયાન શરીરમાં રીલિઝ થતાં કેમિકલ્સ તમારા મૂડને સારો બનાવીને ખુશીનો અનુભવ કરાવે છે. બીજી બાજુ જો વાત કરવામાં આવે હાસ્યની તો આ પ્રતિક્રિયા આપણી ખુશી દર્શાવે છે. પરંતુ શું તમે જાણો છો કે હાસ્ય અને સેક્સ વચ્ચે પણ કનેક્શન રહેલું હોય છે.

ટેન્શનનો ઉકેલ છે સરળ હાસ્ય

સેક્સને લઈને અનેક કપલ્સ વચ્ચે અસહજની સ્થિતિ થાય છે. જ્યારે પહેલીવાર સેક્સ દરમિયાન આવું વધારે થાય છે. આથી હસવું તે આ વાતનો સૌથી સરળ ઉકેલ છે. સાથે બેસીને કોમેડી શો અથવા ફિલ્મ જોવી. આવું કરવાથી બન્ને વચ્ચે જે ટેન્શન થયું છે. તે દૂર થશે અને બન્ને સહજ થઈ શકશે.

બૂસ્ટ કરે છે ઈમ્યુન સિસ્ટમ

સેક્સ અને હાસ્ય આ બન્ને ઈમ્યૂન સિસ્ટમને સ્ટ્રોંગ કરે છે. જ્યાં વધારે હસનાર વ્યક્તિ શરદી અને ઉધરસથી દૂર રહે છે તો સેક્સ પુરુષોના હૃદયને વધારે સ્ટ્રોંગ રાખે છે. એક રિસર્ચમાં દર અઠવાડિયે ત્રણથી ચાર વાર સેક્સ માણતાં લોકોમાં અઠવાડિયે એકવાર સેક્સ માણતાં લોકો કરતાં વધારે એન્ટી બોડીઝ મળ્યાં હતાં.

પ્લેઝરની ફીલિંગ

હાસ્ય દરમિયાન પ્લેઝર અને સેક્સનું પ્લેઝર અલગ અલગ હોય છે. જો આ બન્નેને મિક્સ કરવામાં આવે તો સેક્સ્યુઅલ એક્ટિવિટી ઉત્તમ બની જાય છે. સેક્સ દરમિયાન હાસ્ય બોડીને રિલેક્સ કરવામાં મદદ કરે છે. જેમાં ઓર્ગેઝમમાં સરળતા રહે છે.

બોડીનું સેન્સેટિવ થઈ જવું

હાસ્ય પછી બ્રેઈનમાંથી કેમિકલ છૂટે છે. જેના કારણે મહિલાઓની બોડી સેન્સિટિવ થઈ જાય છે. સેક્સ દરમિયાન પણ આવું થાય છે. આથી સેક્સ પહેલા હસવાથી મહિલાઓનું માઈન્ડ રિલેક્સ થાય છે અને ઉત્તમ ઓર્ગેઝમમાં પણ મદદ મળે છે.

સ્ટ્રોંગ બોન્ડ

આ સાથે જ હસવું અને સેક્સ તમારી વચ્ચેના બોન્ડને દર્શાવે છે. દરેક વ્યક્તિ સાથે મન ખોલીને હસવું એ શક્ય નથી. આવું જ સેક્સ સાથે પણ થઈ જાય છે. આથી જો તમારો પાર્ટનર આ બન્ને વસ્તુઓ તમારી સાથે કરે છે તો એ તમારા સ્ટ્રોંગ બોન્ડની ઝલક છે.

Facebook Comments