જાણો કેમ નાના બાળકોને પહેલીવાર દાત આવે ત્યારે ઝાડા થઇ જાય છે, કારણ જાણી તમે પણ ચોંકી જશો.

ઘણા લોકનું માનવું છે કે નાના બાળકોને જયારે દાંત આવે ત્યારે તેને ઝાડા પણ થઈ જાય છે. હાલમાં જ કરાયેલા મેડિકલ રિસર્ચ અનુસાર બાળકના દાંત…

ઘણા લોકનું માનવું છે કે નાના બાળકોને જયારે દાંત આવે ત્યારે તેને ઝાડા પણ થઈ જાય છે. હાલમાં જ કરાયેલા મેડિકલ રિસર્ચ અનુસાર બાળકના દાંત અને ઝાડા થવાની સમસ્યા વચ્ચે કોઈ સંબંધ નથી, તેમ છતાં વિચારવાની વાત તો એ છે કે, આખરે કેમ બાળકોને દાંત આવે ત્યારે ઝાડા થઈ જાય છે?

દાંત આવવા પર ઝાડા થઈ જવા તેવી લોકોની માન્યતા પ્રચલિત છે. એવું પણ માનવામાં આવે છે કે, દાંત આવવા પર જઠર પ્રભાવિત થાય છે. જો કે, મેડિકલ રિસર્ચમાં ઝાડા અને દાંત આવવા વચ્ચે કોઈ સંબંધ ન હોવાનું સામે આવ્યું છે. અને આ બસ માત્ર લોકોની માનસિકતા જ છે અને આ રીતે નાના બાળકોને દાત આવથી કોઈ પણ પ્રકારની બીમારી કે ઝાડા થતા નથી.

દાંત આવવાની સાથે જ બાળકો કઈક ને કઈક વસ્તુ મોંમાં નાંખે છે, જેના કારણે સરળતાથી તેમના મોંમાં બેક્ટેરિયા જતા રહે છે. બાળકો જે વસ્તુ મોંમાં મૂકે તે સ્વસ્છ હોય તેમ જરૂરી નથી. તેવામાં મોં દ્વારા બેક્ટેરિયા અંદર જાય છે અને તે ઝાડાનું કારણ બની શકે છે. આ સિવાય 6 મહિના બાદ દાંત આવવાનું શરુ થઈ જાય છે અને આ દરમિયાન બાળકને ઘણા પ્રકારની સમસ્યા જાય છે, જેને દાંત સાથે જોડી દેવામાં આવે છે.

જો બાળકને દાંત આવે અને આ દરમિયાન તેને ઝાડા થઈ જાય તો ધ્યાન રાખો કે તેની આસપાસની જે વસ્તુઓ છે તે સ્વચ્છ હોય. બાળકના શરીરમાં પાણીની કમી ન થવી જોઈએ. આ સમસ્યાને વધતી રોકવા માટે તેને સંતુલિત આહાર આપો અને વધારે દિવસ સુધી ઝાડા ન અટકે તો તરત ડોક્ટરને બતાવો. જો બાળકને યોગ્ય સારવાર આપવામાં આવે તો થોડા દિવસમાં જ ઝાડા મટી જાય છે. જો અઠવાડિયાથી વધારે સમય થઈ ગયા બાદ પણ ઝાડા રહે છે તો ડોક્ટરનો સંપર્ક કરવો ખુબ જ જરૂરી બંને છે. બાળકને આ દરમિયાન ઉચ્ચ ફાઈબર યુક્ત ખોરાક ન આપવો જોઈએ. દૂધ અને ચીઝ જેવી ડેરી પ્રોડક્ટનું સેવન પણ બાળકોને બંધ કરવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *