હવે પ્રોડક્ટ અસલી છે કે નકલી એ સ્માર્ટ કન્ઝ્યુમર એપ્લિકેશનથી ગ્રાહક જાણી શકાશે.જાણો વધુ.

બજારમાં ખાણી-પીણીના પદાર્થોથી લઇને રોજિંદા વપરાશમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓમાં ભેળસેળ અથવા તે બનાવટી હોવાનો ડર રહે છે. જ્યારે પણ આપણે બજારમાંથી માલ ખરીદીએ છીએ તો…

બજારમાં ખાણી-પીણીના પદાર્થોથી લઇને રોજિંદા વપરાશમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓમાં ભેળસેળ અથવા તે બનાવટી હોવાનો ડર રહે છે. જ્યારે પણ આપણે બજારમાંથી માલ ખરીદીએ છીએ તો તેની મેન્યુફેક્ચરિંગ અને એક્સપાયરી ડેટ ચેક કરીએ છીએ. પરંતુ પ્રોડક્ટ્સ અસલી છે કે નકલી એ ચકાસવું સરળ નથી હોતું. આ વાત ધ્યાનમાં રાખીને ભારત સરકાર, ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યુમર અફેર અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) દ્વારા એક એનજીઓ સાથે મળીને SMART CONSUMER GS1 એપ્લિકેશન તૈયાર કરી છે. તેની મદદથી તમને પ્રોડક્ટ્સ વિશે સાચી જાણકારી મળી શકશે.

ઉપયોગ કેવી રીતે કરવો?

SMART CONSUMER GS1 દ્વારા તૈયાર કરવામાં આવેલી સ્માર્ટ કન્ઝ્યુમર એપ એન્ડ્રોઇડ અને IOSમાં ડાઉનલોડ કરી શકાય છે.

આ એપ કામ કરવા માટે પ્રોડક્ટ પર આપવામાં આવેલ બારકોડ સ્કેન કરે છે.

કોઇપણ પ્રોડક્ટ ચેક કરવા માટે તેની પર આપેલો બારકોડ આ એપ ખોલી તેમાં સ્કેન કરો.

જો પ્રોડક્ટ પર આપવામાં આવેલો બારકોડ સ્કેનિંગમાં ફેઇલ થાય તો બારકોડની સાથે આપવામાં આવેલ પ્રોડક્ટનો GTIN નંબર એન્ટર કરો.

જો આ નંબર પણ એપ્લિકેશનમાં મેચ ન થાય તો સમજી લેવું કે આ પ્રોડક્ટ નકલી છે અને એ પ્રોડક્ટનો ઉપયોગ કરવાનું ટાળવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *