કાચા દૂધનું સેવન કરવું આરોગ્ય માટે છે જોખમી, જાણો તેનાથી થતા નુકસાન અંગે

Published on: 12:53 pm, Sun, 25 July 21

આપણે બધા દરરોજ દૂધનું સેવન કરતા જ હોઈએ છીએ. દૂધ એ આપણા સ્વસ્થ માટે આવશ્યક છે. પરંતુ, શું તમે જાણો છો કે, કાચા દુધના સેવનથી સ્વાસ્થ્યને નુકશાન પણ થઇ શકે છે. દરરોજ એક ગ્લાસ દૂધ પીવાથી આપણા શરીરમાં પ્રોટીન અને કેલ્શિયમની જરૂરિયાતો પુરી થઇ જાય છે. દૂધ હાડકાને મજબૂત બનાવવામાં અને તેનો વિકાસ કરવામાં ખુબજ  મદદ કરે છે. દૂધ દ્વારા ઘણા પોષક તત્વો અને ઉત્સેચકો મળે છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ઉપયોગી છે. સામાન્ય રીતે લોકો ઉકાળેલું દૂધ પીવે છે, પરંતુ ઘણા લોકો કાચું દૂધ પીવાનું પસંદ કરતા હોય છે.

એવી માનવ માં પણ છે કે કાચું દૂધ સ્વાસ્થ્ય માટે ખૂબ અસરકારક છે, પરંતુ નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે, કાચા દૂધનું સેવન કરવાથી શરીરમાં ઘણી મુશ્કેલી થાય છે. એફડીએ અનુસાર, કોઈપણ પ્રાણીના દૂધમાં સેલ્મોનેલા, ઈ કોલાઈ, લીસ્ટેરીયા જેવા હાનિકારક બેક્ટેરિયા હોય છે. જેથી દૂધ ગરમ કાર્ય વગર પીવામાં આવે તો ફૂડ પોઈઝનિંગ થવાનો ભય રહે છે.તો ચાલો જાણીએ કાચું દૂધ પીવાથી સ્વાસ્થ્યને શું નુકશાન થાય છે.

કાચું દૂધ પીવાથી થાય છે આ નુકસાન:
– જયારે કાચું દૂધ કાઢવામાં આવે છે ત્યારે તે પશુના આંચળ અને મળ સાથે સમપર્કમાં આવે છે. જેના કારણે દૂધ દૂષિત થવાની સંભાવના વધી જાય છે.

–  કાચા દૂધમાં એવા ઘણા બેક્ટેરિયા રહેલા છે, જે આપણા શરીરમાં જઈને રિએક્ટિવ આર્થરાઇટિસથી લઈને ડાયેરિયા, ડીહાઈડ્રેશન, ગુલિયન-બેરે સિન્ડ્રોમ અને હિમોલીટીક યુરીમિક સિન્ડ્રોમ જેવી ગંભીર બીમારીઓ કરી શકે છે.

– કાચા દૂધના સેવનથી ઉબકા આવવા, ઉલ્ટી થવી અથવા ડાયેરિયા થવાની સંભાવના વધારે છે.

– કાચા દૂધના સેવનથી ઉબકા આવવા, ઉલ્ટી થવી અથવા ડાયેરિયા થવાની સંભાવના વધારે છે.જેની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે તેમને અને બાળકો તેમજ યુવાનોને કાચું દૂધ વધુ નુકશાન પહોંચાડી શકે છે.

– કાચા દૂધમાં એવા ઘણા બેક્ટેરિયા રહેલા છે, ટીબી સાથે અન્ય ઘણી જીવલેણ બીમારીઓ સાથે સંકળાયેલા છે.જયારે તમે કાચું દૂધ પીઓ છો ત્યારે તે લેવલ કંટ્રોલમાં નથી રહેતું અને શરીરમાં એસીડીટીની માત્રા વધી જાય છે.આપણા શરીરનું એસિડ લેવલ કંટ્રોલમાં રહે તે ખુબ જરૂરી છે.

– કાચા દૂધમાં એવા ઘણા બેક્ટેરિયા રહેલા છે, ટીબી સાથે અન્ય ઘણી જીવલેણ બીમારીઓ સાથે સંકળાયેલા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.