ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓ માટે અમૃત સમાન છે આ ફળનું સેવન -જાણો એનાંથી થતાં ફાયદાઓ

ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓમાં કેટલાંક પ્રકારના હાર્મોનલ તથા શારીરિક બદલાવ આવે છે. વજનમાં વધારો થવાથી લઈને બોડી ફિગર બદલવા જેવા કેટલાંક બદલાવ ગર્ભવતી મહિલાઓમાં સામાન્ય જોવા…

ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓમાં કેટલાંક પ્રકારના હાર્મોનલ તથા શારીરિક બદલાવ આવે છે. વજનમાં વધારો થવાથી લઈને બોડી ફિગર બદલવા જેવા કેટલાંક બદલાવ ગર્ભવતી મહિલાઓમાં સામાન્ય જોવા મળતા હોય છે. ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓની પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જવાબદારી વધુ હોય છે.

એનું કારણ છે કે, એમને ખુદની સાથે પોતાના ગર્ભમાં ઉછરી રહેલ બાળકનું ધ્યાન પણ રાખવાંનું હોય છે. એવા સમયમાં શરીરને મહત્તમ પોષક તત્વો, વિટામિન તથા મિનરલ્સની જરૂર રહેલી હોય છે. ડાયટમાં મહત્વપૂર્ણ પોષક તત્વની ખામીથી બાળકના વિકાસમાં નડતરરૂપ આવી શકે છે. એવા સમયમા કીવી ખાવાથી પણ ગર્ભવતી મહિલાઓની સંપૂર્ણ સ્વાસ્થ્ય બનેલુ રહે છે. આવો જાણીએ એનાં ફાયદા…

નથી બનતા બ્લડ ક્લોટ:
કિવીનેભોજનમાં અથવા તો સલાડમાં સામેલ કરી શકાય છે. કોઈપણ પ્રકારથી કીવીના સેવનથી ગર્ભવતી સ્ત્રીઓને લાભ થાય છે. એમાં વિટામિન રહેલાં હોય છે જે બ્લડ ક્લોટ્સને દૂર કરવામાં મદદરૂપ થાય છે. ગર્ભાવસ્થાનાં છેલ્લા 3 મહીનામાં એનું સેવન કરવું ખૂબ લાભપ્રદ નીવડે છે.

આયરન એબ્જોર્બ કરવાની ક્ષમતા:
ગર્ભવતી સ્ત્રીઓના શરીરમાં આયરનની હાજરી ખૂબ જરૂરી છે. એમાં એનીમિયાનો ભય ખુબ ઓછો રહે છે. આની સાથે જ બાળકનો વિકાસ પણ શ્રેષ્ઠ રીતથી હોય છે. કીવીમાં વિટામિન-C ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. જે આયરનને એબ્જોર્બ કરવામાં સક્ષમ રહેલું છે. આપને જણાવી દઈએ કે, ગર્ભાવસ્થામાં મહિલાઓને કોઈપણ જાતની સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરવો પડે નહી. આની માટે જરૂરી છે કે, શરીરમાં આયરન ભરપૂર પ્રમાણમાં હોય છે.

કાબૂમાં રહે છે બ્લડ શુગરનું સ્તર:
આ સમયે ગર્ભવતી સ્ત્રીઓને અમુક સમયના અંતરે ખાવાની ક્રેવિંગ થતી રહે છે. આ ક્રેવિંગને મટાડવા માટે જો મહિલાઓ કીવીનું સેવન કરે તો તેમની માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે. અન્ય ફળોની તુલનામાં ગ્લૂકોઝનું પ્રમાણ ખુબ ઓછુ હોય છે. ગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીઝનો ભય વધારે હોય છે. એવા સમયમાં કીવી ખાવાથી મહિલાઓ જેસ્ટેશનલ ડાયાબિટીઝથી સુરક્ષિત રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *