ચૂંટણી સમયે તાળીઓ પડાવવા બોલાયેલા નેતાઓના શબ્દો કાર્યકરોના હાથપગ ભંગાવે છે- વાણીવિલાસ

લોકસભાની ચૂંટણી પહેલા હવે નેતાઓ ગમે તેમ બફાટ કરી રહ્યાં છે, ભાજપ હોય કે કોંગ્રેસ બંને પક્ષના નેતાઓ વિવાદાસ્પદ નિવેદનો કરી રહ્યાં છે, બનાસકાંઠાના વાવના…

લોકસભાની ચૂંટણી પહેલા હવે નેતાઓ ગમે તેમ બફાટ કરી રહ્યાં છે, ભાજપ હોય કે કોંગ્રેસ બંને પક્ષના નેતાઓ વિવાદાસ્પદ નિવેદનો કરી રહ્યાં છે, બનાસકાંઠાના વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગનીબેન ઠાકોરે ફરી એક વખત વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે, ડીસામાં કોંગ્રેસની સભામાં તેમને કહ્યું કે ભાજપે અગાઉ કહ્યું હતું કે, જો તેમની સરકાર આવશે તો વિદેશમાં જે કોંગ્રેસી નેતાઓનું કાળું નાણું પડ્યું છે તે પાછું લાવીશું, તો ભાજપ કેમ કોંગ્રેસના નેતાઓનું કાળું નાણું પાછું ન લાવી,  શું એના બાપે ના પાડી હતી, એમ કહીને તેમને પીએમ મોદી માટે  અશોભનીય શબ્દોનો પણ પ્રયોગ કર્યો હતો. સાથે જ તેમને આરએસએસ પર પણ ટિપ્પણી કરી હતી.

ગેનીબેન આટલેથી અટકાયા નહોતો, તેમને આરએસએસના કાર્યકર્તાઓને પણ આડે હાથ લીધા હતા. આરએસએસના કાર્યકર્તાઓને ટેટુ જેવા શબ્દોનો ઉપયોગ કરી તેમના વિશે વિવાદિત નિવેદનો આપ્યા હતા. દેશના જવાનો બોર્ડર પર પરાક્રમ દેખાડે અને તે લોકો (ભાજપ) પિક્ચર બનાવી તેની મજા માણી રહ્યા છે.

આમ ગેનીબેન સત્તાના નશામાં એટલા ચૂર થઇ ગયા હતા કે, તેઓ જાહેરસભામાં ગુજરાતના પીએમ વિશે શું બોલી રહ્યા છે તેમની તેની ખબર રહી નહોતી. ગેનીબેને એક પીએમની ગરિમા પણ જાળવી નહોતી. તમને જણાવી દઇએ કે, વિતેલા દિવસોમાં પણ વાવદના ધારાસભ્ય ગેનીબેન પોતાના વિવાદિત નિવેદનોના કારણે અનેક વખત ચર્ચામાં રહેલા છે. અગાઉ ડે.સીએમ નીતિન પટેલ માટે પણ ગનીબેને અયોગ્ય શબ્દો વાપર્યા હતા, તેમને નીતિન પટેલને જાડો પાડો કહ્યાં હતા અને હવે મોદી અને ભાજપ માટે અશોભનિય શબ્દો ઉચ્ચારતા હોબાળો થયો છે.

ડીસા ખાતે જનસભાને સંબોધતા અર્જુન મોઢવાડિયાએ પીએમ મોદીની 56ની છાતીને લઇને નિવેદન આપ્યું હતુ. મોઢવાડિયાએ પીએમ મોદીને માન આપ્યા વગર પીએમ મોદીની ગરિમાનું અપમાન કર્યું હતુ. તેમણે કહ્યું કે, પીએમ મોદી રોજ માથા કૂટે છે પણ માથા લાવી નથી શકતા. મને પકડી રાખજો નહીંતર હમણા હું પાકિસ્તાનને મારી નાંખીશ. રોજ પાકિસ્તાનનાં નામની છાતી કૂટે છે, પણ રોકે છે, કોણ? અને ભક્તો રોજ કહે છે, અમારા સાહેબની છાતી 56 ઇંચની અમારા સાહેબની છાતી 100 ઇંચની. કોઈ મજબૂત માણસ હોય અમારા બળદેવજી જેવા તો એમની છાતી કેટલા ઇંચની હોય, 36 ઇંચની, પહેલવાન હોય તેની છાતી 42 ઇંચની હોય અને 56 ઇંચની છાતી કોની હોય? ગધેડાની અને 100 ઇંચની છાતી પાડાની હોય. આમ તેમને મોદીના 56 ઈંચની છાતીના નિવેદન પર કટાક્ષ કર્યો હતો.

આ પહેલા પણ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કોંગ્રેસ કાર્યકરો માટે દાદાગીરી, લુખ્ખાગીરી જેવા શબ્દોનો પ્રયોગ પણ કર્યો હતો. તેમણે ભાષણમાં એવું પણ કહયું હતું કે, તમારી લુખ્ખાગીરીનો એક બનાવ બન્યો છે. જો બીજો બનાવ બનશે તો સુરત મુકાવી દઇશું. સુરતના અમરોલી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા રાખવામાં આવેલી જાહેરસભામાં ગુજરાત ભાજપ પ્રદેશના અધ્યક્ષ જીતુ વાઘાણીએ પોતાના પ્રવચન દરમ્યાન કોગ્રેસ માટે હરામજાદા શબ્દ નો પ્રયોગ કર્યો હતો. તેમના આ વાણીવિલાસ અંગે કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચને ફરિયાદ કરાઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *