કોરોનાને કારણે આફ્રિકામાં થઈ શકે છે ત્રણ લાખ મૃત્યુ, ૧૦ દેશોમાં વેન્ટિલેટર જ નથી

દુનિયાભરમાં કોરોનાવાયરસ સુધી 165000 થી વધારે લોકોનો જીવ લઇ ચુક્યો છે.તેમજ સંયુક્ત રાષ્ટ્રના અધિકારીઓનું કહેવું છે કે કોરોનાવાયરસની મહામારીનું આગળનું કેન્દ્ર આફ્રિકા બની શકે છે.…

દુનિયાભરમાં કોરોનાવાયરસ સુધી 165000 થી વધારે લોકોનો જીવ લઇ ચુક્યો છે.તેમજ સંયુક્ત રાષ્ટ્રના અધિકારીઓનું કહેવું છે કે કોરોનાવાયરસની મહામારીનું આગળનું કેન્દ્ર આફ્રિકા બની શકે છે. તેમણે ચેતવણી આપી છે કે મહાદ્વીપ માં કમસેકમ ત્રણ લાખ લોકોનું મૃત્યુ થઇ શકે છે. કમિશન એ કોરોનાથી લડવા માટે સો બિલિયન ડોલરની રકમની માંગણી કરી છે.

આફ્રિકાનો મોટો ભાગ પહેલેથી જ ગરીબી સામે ઝઝૂમી રહ્યો છે. પરંતુ યુએનનું કહેવું છે કે કોરોનાના કારણે ત્રણ કરોડ ગરીબ લોકો થઈ શકે છે. આફ્રિકામાંથી અત્યાર સુધી ૧૯ હજારથી વધારે મામલાઓ સામે આવી ચૂક્યા છે અને એક હજાર લોકોનું મૃત્યુ થઈ ચૂક્યું છે. એવામાં કોરોના સામે લડવામાં ખૂબ જ જરૂરી એવું વેન્ટિલેટર આફ્રિકાના દેશોમાં ખૂબ અછત છે.

ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર આફ્રિકામાં 10 દેશ એવા છે જ્યાં હોસ્પિટલમાં એક પણ વેન્ટિલેટર નથી. જણાવી દઈએ કે આફ્રિકા મહાદ્વીપ માં 55 દેશ છે. વાત કરીએ south sudan ની તો ત્યાં પાંચ ઉપરાષ્ટ્રપતિ છે પરંતુ દેશમાં વેન્ટિલેટર ફક્ત ચાર જ છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર 41 આફ્રિકન દેશોમાં કરોડો લોકોની વસ્તી માટે કુલ વેન્ટિલેટર ની સંખ્યા ફક્ત બે હજાર છે. તેમજ એકલા અમેરિકામાં 170000 વેન્ટિલેટર છે.

ડબલ્યુએચઓએ પણ કહ્યું છે કે આફ્રિકાના 55 દેશોમાંથી 43 દેશોમાં કુલ મેળવીને ફક્ત ૫૦૦૦ આઈસીયું બેડ છે. એટલે કે દરેક દસ લાખ લોકો પ્રતિ 5 બેડ છે. જ્યારે યુરોપમાં 10 લાખ લોકો માટે ચાર હજાર આઈ સી યુ બેડ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *