ગુજરાતમાં અમદાવાદને પણ પાછળ છોડી સુરત શહેર બન્યું નવું કોરોના હોટસ્પોટ- છેલ્લા 6 દિવસના આંકડા જોઈ…

ગુજરાતમાં એક તરફ કોરોનાના હોટસ્પોટ બનેલા અમદાવાદમાં ધીરે ધીરે કેસની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે. બીજી તરફ સુરત ધીરે ધીરે કોરોના હોટસ્પોટ બની રહ્યું હોય…

ગુજરાતમાં એક તરફ કોરોનાના હોટસ્પોટ બનેલા અમદાવાદમાં ધીરે ધીરે કેસની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે. બીજી તરફ સુરત ધીરે ધીરે કોરોના હોટસ્પોટ બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. સુરતમાં કેસ દિવસેની દિવસે વધતા જઇ રહ્યા છે.

અમદાવાદમાં સતત ત્રીજા દિવસે 250થી ઓછા કેસ આવ્યા છે. આજના આંકડા પર નજર કરીએ તો 225 કે અમદાવાદ કોર્પોરેશન જ્યારે 13 કે જિલ્લામાં છે. આ ઉપરાંત 11 શહેરના અને જિલ્લામાં 1 વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે 216 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જે પૈકી શહેરનાં 199 અને જિલ્લાનાં 17 દર્દીઓનો થયો છે. આ સાથે જ અમદાવાદનો કોરોનાનો આંકડો 19839 જ્યારે મૃત્યુઆંક 1390 થયો છે. જ્યારે 15051 દર્દીઓ સાજા થઇને ઘરે પહોંચ્યા છે.

અમદાવાદનાં કોરોનાના આંકડાઓ

કોરોનાના મળતા આંકડાઓ પર,પ્રમાણે, આ અગાઉ શહેરમાં 7 જુનના રોજ 318, 8 જુને 346, 9 જુને 331, 10 જુને 343, 11 જુને 330, 12 જુને 327, 13 જુને 344, 14 જુને 334, 15 જુને 327, 16 જુને 332, 17 જુને 330, 18 જુને 317, 19 જુને 312, 20 જુને 306, 21 જુને 273, 22 જુને 314, 23 જુને 230 અને 24 જુને 205 કેસ નોંધાયા હતા.

સુરતના કોરોનાના આંકડાઓ

સુરતના કતારગામ ઝોનમાં 909 કેસ ઉપરાંત લિંબાયત ઝોનને પાછળ મુકીને પહેલા નંબરે પહોંચી ચુક્યું છે. જેથી સુરત શહેર નવુ હોટ સ્પોટ કતારગામ ઝોન બની ચુક્યું છે. અનલોક 1 પહેલા કતારગામમાં 258 કેસ હતા. જોકે, અનલોક 1 પછી આંકડો 909 પર પહોંચી ચુક્યો છે. જેથી અનલોક-1માં 651 કેસનો વધારો થયો છે.

છેલ્લા 6 દિવસથી સુરતમાં કોરોનાના નવા કેસો રોજ 100ને પાર જઈ રહ્યા છે. ત્યારે ગઈ કાલે સુરતમાં 164 કેસો નોંધાયા હતા. તેમજ સુરતમાં હાલ, કતારગામ અને વરાછા કોરોના હોટસ્પોટ બન્યા છે.

ગત 24મી જૂને 172 કેસ નોંધાયા હતા. જ્યારે 23મી જૂને 175 કેસ નોંધાયા હતા. આવી જ રીતે 22મી જૂને સુરત જિલ્લામાં 132 કેસ નોંધાયા હતા. જ્યારે 21મી જૂને 176 કેસ અને 20મી જૂને 103 કેસ નોંધાયા હતા. આમ, છેલ્લા છ દિવસમાં સુરતમાં કોરોનાના કુલ 922 કેસ નોંધાયા છે.

સુરતમાં છેલ્લા 6 દિવસમાં સ્વસ્થ થયેલા અને મોતની વિગતો જોઇએ તો છેલ્લા 6 દિવસમાં સુરત જિલ્લામાં 444 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ છેલ્લા 6 દિવસમાં કોરોનાને કારણે સુરત જિલ્લામાં 26 લોકોના મોત થયા છે. આમ, સુરતમાં જે રીતે કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, તે જોતા ચિંતા વધી રહી છે. બીજી તરફ સુરતમાં રિકવરી રેટ પણ ઓછો જોવા મળી રહ્યો છે.

અત્રે નોંધનીય છે કે, સુરતમાં કોરોનાના કેસો સતત વધવા લાગતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ પણ થોડા દિવસ પહેલા સુરત દોડી આવ્યા હતા. તેમજ સુરતમાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. જોકે, તેમની મુલાકાત પછી પણ સુરતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. સુરતમાં ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં 1152 એક્ટિવ કેસો છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 2582 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ અત્યાર સુધીમાં કુલ 142 લોકોના કોરોનાથી મોત થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *