કોઈ પણ સબંધ વગર માનવતાના સબંધે મૌલિકે સિવિલમાં દાખલ ૯૯ વર્ષના બા ની એવી સેવા કરી કે, ચાર દિવસમાં કોરોનાને હરાવીને…

Published on: 1:25 pm, Tue, 4 May 21

કોરોના મહામારી સામે લોકો જાગૃત થઇ રહ્યા છે અને મોટાભાગના લોકો હાલ કોરોનાને હરાવવામાં સફળતા મેળવી રહ્યા છે. સાથે સાથે આજે કેટલાય સંગઠનો અને સામાજિક સંસ્થાઓ કોરોના દર્દીઓની વહારે આવ્યા છે અને ઠેર ઠેર આઇસોલેશન સેન્ટરો ઉભા કરીને વધુમાં વધુ દર્દીઓની સારવારમાં મદદરૂપ બનીને તમને કોરોના સામે લડવા પ્રોત્સાહન પૂરું પાડી કોરોનાથી સાજા કરવા થતા પ્રયત્નો કરી રહ્યા છે. આ સમય વચ્ચે અમદાવાદની સિવિલ માંથી સામે આવી છે.

૯૯ વર્ષના સામુબેનનો રીપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો હતો અને અચાનક જ તેમનું ઓક્સીજન લેવલ પણ ઘટવા લાગ્યું હતું. આ કારણોસર તેમના પૌત્ર વિશાલભાઇ તેમને ખાનગી વાહનમાં બેસાડીને અમદાવાદ સિવિલની કોરોના ડેઝીગ્નેટેડે ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા હતા. ત્યાં પહોચ્યા ત્યારે જ તેમનું ઓક્સીજન લેવલ સીધું ૯૦ એ પંહોચી ગયું હતું જેના કારણે તેમને ટ્રાયેજ વિસ્તારમાં પ્રોગ્રેસિવ સારવાર આપીને તેમને વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.

99 વર્ષના એક માડીએ કોરોનાને હરાવીને સમાજને નવી ઉર્જા પૂરી પાડી છે. ૯૯ વર્ષીય આ બા નું નામ સામુબેન છે. સિવિલમાં દાખલ સામુબેનની બાજુના બેડમાં એક ૩૦ વર્ષીય યુવાન પણ સારવાર લઇ રહ્યો હતો અને આ યુવાને આ બા ની સેવા કરી હતી અને માનવતા મહેકાવી હતી. યુવાને કોઈ પણ સબંધ ન હોવા છતાં માનવતાના સબંધે આ યુવાને શ્રવણની જેમ બા ની સેવા કરી હતી અને આજે 99 વર્ષના સામુબેને કોરોના રૂપી મોતને હરાવીને જિંદગીની જંગ જીતી ગયા હતા. પહેલીવાર અમદાવાદ સિવિલમાં આ ઐતિહાસિક કિસ્સો સર્જાતા લોકોમાં ચર્ચાનો વિષય બની હતી.

સામુબેન ૯૯ વર્ષની ઉંમરમાં પહેલીવાર પરિવારથી વિખુટા પડીને સિવિલમાં દાખલ થયા હતા. એકદિવસ કોવિડ વોર્ડમાં સારવાર લઇ રહેલા ૯૯ વર્ષના સામુબેનને પરિવાર સાથે વાત કરવાની પ્રબળ ઇચ્છા થઇ હતી. પહેલીવાર પોતાના પરિવારથી આટલા દુર આવેલા સામુબેન ઉદાસ મુખે ખાટલા પર બેસીને સતત વિચારી રહ્યા હતા. સામુબેન સતત તેમના પરિવારને મળવાની અને નિહાળવાની ઝંખના સેવી રહ્યા છે, પરંતુ આવા સમયમાં અને આવી પરીસ્થીતીમાં કેવી રીતે પૂરી થશે?

આજ સમયે સામુબેનના બાજુના જ બેડમાં એક ૩૦ વર્ષીય યુવાન કોરોનાની સારવાર લઇ રહ્યો હતો. આ યુવાનનું નામ મૌલિક હતું. મૌલિક એકલાઅતૂટા બેસેલા બા ને એક્ચીતે નિહાળી રહ્યો હતો. ત્યારપછી મૌલિકે બા ની નજીક જઈને તમને કઈ તકલીફ તો નથીને એ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ મૌલિકને તરત જ પરીસ્થીતી સમજાઈ ગઈ હતી કે, બા ને તેમના પરિવારની ખુબ યાદ આવે છે અને તેમના પરિવારને મળવાની પ્રબળ ઇચ્છા સેવી રહ્યા છે. પરંતુ તેમને પણ ખબર હતી કે આવા સસંજોગોમાં કેવી રીતે શક્ય બનશે. ૯૯ વર્ષના સામુબેનને મોબાઈલ ચલાવતા પણ નહોતો આવડતો અને વોર્ડમાં કોઈને કહેવું પણ કેવી રીતે? એ વિચારી રહ્યા હતા.

આવા સમયમાં માનવતાનો ધર્મ શું હોય તેનું ‘મૌલિક’ ઉદાહરણ તેમના પાડોશી મૌલિકએ પૂરું પડ્યું હતું. ત્યારબાદ મૌલિકે પોતાની માતાની જેમ જ સામુબેનની સેવા કરી હતી અને જયારે જયારે સામુબેનને તેમના પરિવારની યાદ આવતી ત્યારે મૌલિક તેમના ફોનથી તેમના પરિવારજનો સાથે વિડીયો કોલમાં વાત કરવતો હતો અને હંમેશા તેમને ખુશ રાખતો હતો. ત્યાર પછીતો બા ને ક્યારેય પણ એકલાપણું ન હતું કારણ કે, મૌલિક શ્રવણ બનીને બા ની સેવા કરી રહ્યો હતો અને પોતાની વાતોથી બા ને હંમેશા ખુશ રાખતો હતો.

જ્યારથી સાનુબેન આ વોર્ડમાં દાખલ થયા હતા ત્યારથી જ તેમનું મનોબળ અને આત્મવિશ્વાસ એટલો હતો કે, ભલભલા કોરોનાને પણ સાનુબેને હંફાવી દીધો હતો. પરંતુ સારવારના સૌથી ટૂંકા ગાળામાં અમદાવાદમાં ઐતિહાસિક ઘટના સર્જાઈ હતી. આટલી ઉંમરે કોરોનાને હરાવ્યનો પહેલો દાખલો બનતા ડોકટરો અને ત્યાનો સ્ટાફ પણ અચંબામાં મુકાઈ ગયા હતા. તેનું માત્ર એક જ કારણ હતું કે, સાનુબેન જુસ્સો, મનોબળ અને આત્મવિશ્વાસ નામના સૌથી મોટા હથિયાર કોરોના સામે લડવા સાથે લઈને આવ્યા હતા અને ફક્ત ચાર દિવસમાં જ કોરોનાને હરાવીને ઘરે પરત ફર્યા હતા. કોરોનાને હરાવવામાં મદદરૂપ દરેક તબીબીઓને અને તમામ નર્સિંગ સ્ટાફને સાનુબેને શ્રેષ્ઠ સાર સંભાળ રાખવા બદલ સહ્યપૂર્વક આભાર માન્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.