ચીન માંથી વિદાય લઇ રહ્યો છે કોરોના, છેલ્લા 2 દિવસમાં ફક્ત એટલા કેસ સામે આવ્યા

કોરોના વાયરસના જન્મ સ્થાન ગણાતા ચીનનાં વુહાન શહેરમાં મંગળવારનાં સતત બીજા દિવેસ ફક્ત એક કેસની પુષ્ટિ થઈ. ગત વર્ષે ડિસેમ્બરમાં કોરોના વાયરસ સામે આવ્યા બાદ…

કોરોના વાયરસના જન્મ સ્થાન ગણાતા ચીનનાં વુહાન શહેરમાં મંગળવારનાં સતત બીજા દિવેસ ફક્ત એક કેસની પુષ્ટિ થઈ. ગત વર્ષે ડિસેમ્બરમાં કોરોના વાયરસ સામે આવ્યા બાદ 3237 લોકો આની ઝપેટમાં આવ્યા હતા અને પોતાનો જીવ ગુમાવ્યો હતો. ચીનની સરકારનાં સખ્ત પગલાં બાદ પોઝિટિવ સંખ્યા સતત ઘટતી જઇ રહી છે. આવામાં હવે એ અટકળો લગાવવામાં આવી રહી છે કે શું કોરોના ચીનથી વિદાય લઇ રહ્યો છે.

કોરોના વાયરસના જન્મ સ્થાન વુહાનમાં ફક્ત 1 કેસ સામે આવ્યો

ચીનનાં રાષ્ટ્રિય સ્વાસ્થ્ય આયોગે જણાવ્યું કે દેશમાં કોરોના વાયરસનાં સંક્રમણથી 11 લોકોનાં મોત થયા છે અને 13 નવા કેસની પુષ્ટિ થઈ છે. વુહાન અને હુબેઈ પ્રાંત 23 જાન્યુઆરીથી બંધ છે. જો કે હવે સરકારે ત્યાં અનેક ઉદ્યોગો અને વેપાર શરૂ કરવાની યોજના શરૂ કરી દીધી છે. સૌથી વધારે પ્રભાવિત રહેલા વુહાનમાં ફક્ત એક કેસ સામે આવ્યો છે. આ પહેલા ફેબ્રુઆરીમાં હુબેઈ પ્રાંતમાં આ વાયરસ પોતાના ચરમ પર હતો ત્યારે એક દિવસમાં હજારો કેસ સામે આવ્યા હતા.

કેટલાક ભાગમાં પ્રતિબંધોમાં ઢીલ આપવામાં આવી

હવે આ આંકડો એક પર પહોંચી ગયો છે. વુહાન હુબેઈ પ્રાંતમાં જ આવેલું છે. વુહાનમાં લગભગ 1 કરોડ 10 લાખ લોકો રહે છે. તેમને 23 જાન્યુઆરીથી ઘણી જ કઠિન પરિસ્થિતિમાં અલગ-થલગ થઇને જીવન ગુજારવું પડી રહ્યું છે. ત્યારબાદ આખા હુબેઈ પ્રાંતને જ લૉકડાઉન કરી દેવામાં આવ્યું હતુ. તાજેતરમાં જ હુબેઈ પ્રાંતનાં કેટલાક ભાગમાં પ્રતિબંધોમાં ઢીલ આપવામાં આવી હતી, ત્યારે ચીને કહ્યું હતુ કે તેણે વાયરસનાં પ્રસાર પર કાબૂ મેળવી લીધો છે.

દરરોજ 20 હજાર લોકો ચીન આવી રહ્યા છે

એટલું જ નહીં હવે ચીનમાં નાના શહેરોમાં સ્વસ્થ લોકોને કામ પર જવા અથવા પોતાના ગૃહરાજ્ય જવાની પરવાનગી આપવામાં આવી છે. જો કે ચીનની બહારથી આવી રહેલા લોકોએ તેની ચિંતા વધારી દીધી છે. બુધવારનાં આવા 12 કેસ સામે આવ્યા જેનાથી આંકડો વધીને 155 પહોંચી ગયો છે. સરકારી આંકડા પ્રમાણે દરરોજ 20 હજાર લોકો ચીન આવી રહ્યા છે. ચીનનાં 10 પ્રાંત અને શહેર બહારથી આવી રહેલા લોકોને અનિવાર્ય રીતે ક્વરેંટીનમાં મોકલી રહ્યા છે. ચીનમાં કોરોનાથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 3237 થઈ ગઈ છે. તો 80,894 લોકો આનાથી ચેપગ્રસ્ત છે.

ફરી એટેક કરી શકે છે કોરોના!

આ ઘાતક વાયરસથી વિશ્વભરમાં લગભગ 2 લાખ લોકો સંક્રમિત છે અને 7,900 લોકોનાં મોત થયા છે. ચીનમાં કોરોનાનાં ઓછા થતા કેસની વચ્ચે એક ચીની નિષ્ણાતે ચેતવણી આપી છે કે કોરોના ફરી એટેક કરી શકે છે અને સતર્ક રહેવાની જરૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *