ચીન બાદ Corona ના નવા 2 સબ વેરિયન્ટે ગુજરાતમાં દીધી દસ્તખ – આ શહેરોમાં નોંધાયા કેસ, તંત્ર થયું દોડતું

Published on Trishul News at 4:26 PM, Wed, 21 December 2022

Last modified on December 21st, 2022 at 4:26 PM

બે વર્ષ પહેલા સમગ્ર વિશ્વમાં કોરોના(Corona) વાયરસે હાહાકાર મચાવ્યો હતો. ચીન(China)ના વુહાનથી ઉદભવેલા આ વાયરસને કારણે કરોડો લોકોના જીવ ગયા હતા. તેમજ કોરોના સમયગાળો એ અત્યાર સુધીનો સૌથી કઠીન સમયગાળો રહ્યો હતો.

ત્યારે હજુ તો માંડ માંડ આ કોરોનાના કઠીન સમયમાંથી દરેક લોકો બહાર આવ્યા છે, આવી સ્થિતિમાં કોરોનાનો વધુ એક વેરિયન્ટે સમગ્ર વિશ્વની ચિંતા વધારી છે. મળતી માહિતી અનુસાર, ગુજરાતમાં અમદાવાદ અને વડોદરા ખાતે કોરોનાનો નવો વેરિયન્ટ BF.7 સામે આવ્યો છે.

આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું છે કે, કોરોના ના બે સબ વેરિયન્ટ BA.5.2 અને BF.7 કોરોનાના અન્ય વેરિએન્ટ કરતા વધુ ખતરનાક છે. જેને પગલે દરેક લોકોની ચિંતા હાલ ખુબ જ વધી છે. કોરોનાની આ નવી લહેર તબાહી મચાવી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે, વર્તમાન લહેરમાં લોકોમાં ગંભીર ગળામાં ચેપ, શરીરમાં દુખાવો અને હળવો અથવા વધુ તાવ જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે.

હાલ ગુજરાતમાં વાયરલ ઇન્ફેક્શનનો કહેર પણ ખુબ જ વધતો જણાઈ રહ્યો છે. એટલે કે, તાવ, શરદી અને ઉધરસના કેસોમાં પણ અણધાર્યો વધારો થયો છે. જેને ધ્યાનમાં રાખીને તંત્રએ એલર્ટ જાહેર કરી દીધું છે. ત્યારે હાલ તો ચીનમાં પણ કોરોનાએ ફરી માથું ઉચક્યું છે. દુનિયામાં કોરોના સંક્રમણ ફરી બેકાબુ બન્યું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આ નવો વેરિયન્ટનો ચેપ અજાણતા અને ઝડપથી અન્ય લોકો સુધી ફેલાવવાનો ભય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Be the first to comment on "ચીન બાદ Corona ના નવા 2 સબ વેરિયન્ટે ગુજરાતમાં દીધી દસ્તખ – આ શહેરોમાં નોંધાયા કેસ, તંત્ર થયું દોડતું"

Leave a comment

Your email address will not be published.


*