જાણો કેમ કોરોનાનો ખતરો મહિલાઓ કરતા પુરુષોને વધારે છે? કોરોનાને લઈને થયો સૌથી મોટો ખુલાસો

Published on: 12:01 pm, Thu, 8 October 20

કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે. સમગ્ર વિશ્વમાં આ મહામારીનો ફેલાવો કરવાં માટે ચીનને જવાબદાર ગણાવી રહ્યું છે. ચીનમાં આવે વુહાન શહેરમાંથી ફેલાયેલ કોરોના વાયરસે સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. વિશ્વમાં અત્યાર સુધીમાં કુલ 3.5 કરોડથી પણ વધુ કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે.

જ્યારે લાખો લોકોનાં થઈ ચુક્યા છે. ભારતની જ વાત કરવામાં આવે તો કુલ 97,000થી પણ વધુ લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યાં છે. આ મૃતકોમાં સૌથી વધુ પુરૂષો રહેલાં છે. કોરોના વાયરસે પુરૂષોને જ કેમ મોતને ઘાટ ઉતાર્યા? એને લઈ હાથ ધરવામાં આવેલ અધ્યયનમાં ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે.

મળી રહેલ જાણકારી પ્રમાણે કોરોના વાયરસ પુરૂષોનાં મુખ્ય સેક્સ હોર્મોન ટેસ્ટોસ્ટેરોન પર જ હુમલો કરે છે. જેને લીધે મહિલાઓની તુલનામાં પુરૂષોનું સ્વાસ્થ્ય વધુ ઝડપથી કથળે છે. પુરૂષો કોરોનાથી સંક્રમિત થયા પછી એમનું શરીર પણ આને લીધે જ નબળું પડે છે. છેવટે એમનું મૃત્યુ થઈ જાય છે.

‘ધ એજીગ’ મેગેઝીનમાં જાહેર થઈ જાણકારી :
મેર્સિન યુનિવર્સિટીનાં રિસર્ચર્સ તથા તુર્કીની મર્સિન સિટી એજ્યુકેશન એન્ડ રિસર્ચ હોસ્પિટલનાં સંશોધનકારોએ ‘ધ એજિંગ’ નામનાં પુરુષ મેગેઝિનમાં આ જાણકારી આપવામાં આવી છે. અધ્યયનમાં જણાવવામાં આવ્યું છે કે, સૌપ્રથમ વખત અમારા ડેટા સૂચવે છે કે, COVID-19 SARS-CoV-2થી સંક્રમિત પુરુષ દર્દીઓમાં સીરમ ટેસ્ટોસ્ટેરોનનું સ્તર નબળું પાડી શકે છે. લો સીરમ કુલ ટેસ્ટોસ્ટેરોનના સ્તરમાં ઘટાડો કરે છે. જેને લીધે દર્દીનું શરીર વાયરસની સામે લડવામાં અસક્ત બની જાય છે. એને સીધા આઈસીયુની જરૂરીયાત પડે છે. આવા દર્દીઓનાં મોતની સંખ્યા વધારે રહેલી છે.

પુરુષ દર્દીઓમાં સીરમ ટેસ્ટોસ્ટેરોનનું સ્તર નબળું પડી જાય :
મેર્સિન યુનિવર્સિટીનાં રિસર્ચર્સ તથા તુર્કીની મર્સિન સિટી એજ્યુકેશન એન્ડ રિસર્ચ હોસ્પિટલના સંશોધનકારોએ ‘ધ એજિંગ’ નામના પુરુષ મેગેઝિનમાં આ જાણકારી આપી છે. અધ્યયનમાં જણાવવામાં આવ્યું છે કે, પહેલીવખત અમારું ડેટા સૂચવે છે કે, COVID-19 SARS-CoV-2 થી સંક્રમિત પુરુષ દર્દીઓમાં સીરમ ટેસ્ટોસ્ટેરોનનું સ્તર નબળું પડી શકે છે.

લો સીરમ કુલ ટેસ્ટોસ્ટેરોનના સ્તરમાં ઘટાડો કરે છે. જેને લીધે દર્દીનું શરીર વાયરસની સામે લડવામાં અસમર્થ હોય છે. એને સીધા ICUની જરૂર પડે છે. આવા દર્દીઓનાં મોતની સંખ્યા વધારે રહેલી છે. અભ્યાસમાં સામે આવી રહ્યું છે કે, કુલ 40 વર્ષ બાદ પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન દર વર્ષે કુલ 2% સુધીનો ઘટાડો થાય છે. આવિ પરીસ્થિતિમાં કોરોના પોઝિટિવ આવનાર વૃદ્ધ પુરુષ દર્દીઓના સ્વાસ્થ્ય પર વધુ ખરાબ અસર પડે છે. એમની રિકવરી મોડી થાય છે અથવા તો થતી જ નથી.

ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન FDAનાં મત પ્રમાણે માનવીના શરીરમાં ટેસ્ટોસ્ટેરોનની નોર્મલ રેન્જ ડેસીલીટર દીઠ કુલ 1,000 નેનોગ્રામ સુધી હોવી જોઈએ. જ્યારે ટેસ્ટોસ્ટેરોનનું સ્તર 300ની નીચે ચાલ્યું જાય છે ત્યારે એને ટેસ્ટોસ્ટેરોન સ્તરની ઉણપ તરીકે જોવામાં આવે છે.

કિશોર અવસ્થા તેમજ યુવાનીમાં આ હોર્મોનમાં ઝડપથી વધારો થાય છે પણ  ત્યારપછી જેમ-જેમ ઉંમરમાં વધારો થાય છે એમ એનાં  સ્તરમાં ઘટાડો થવાં લાગે છે. આ સ્ટડીમાં યોગદાન આપનાર યુરોલોજીના પ્રોફેસર સેલાહિટિનનું જણાવવું છે કે, ટેસ્ટોસ્ટેરોન શ્વસન અંગોની ઈમ્યૂનિટી સિસ્ટમની સાથે જોડાયેલ છે. એનું નીચલું સ્તર શ્વસન ચેપનાં જોખમમાં વધારો કરી શકે છે. જેને લીધે દર્દીનું પાછળથી મૃત્યુ થઈ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle