‘કોરોનાસે ડર નહિ લગતા સાહબ! પંખે સે લગતા હે’ કોરોના દર્દીનો આ વિડીયો જોઇને તમે પણ હસીને લોથપોથ થઇ જશો

Published on: 8:16 pm, Wed, 28 April 21

રાજ્યમાં દિવસે દિવસે કોરોનાના કેસોમાં સત્તત વધારો થઈ રહ્યો છે અને કેટલાક દર્દીઓ મોતને ભેટી રહ્યા છે ત્યારે ઘણા ખરા દર્દીઓ હોસ્પીટલમાં સારવાર લઇ રહ્યા છે. ત્યારે એક એવા વ્યક્તિ વિશે તમને જણાવીએ કે જેમને કોરોનાથી નહિ પરંતુ પંખાથી ડર લાગે છે.

મધ્યપ્રદેશના છિંદવાડામાં આવેલ એક હોસ્પીટલમાં સારવાર લઇ રહેલા એક કોરોનાગ્રસ્ત દર્દીઓ વિડીઓ સોશિયલ મીડિયા મારફતે ફેલાઈ રહ્યો છે. તે વીડીઓમાં જોઈ શકો છો કે દર્દી દબંગ ફિલ્મના ડાઈલોગ મુજબ કહી રહ્યો છે કે “કોરોના સે ડર નહીં લગતા સાહબ, પંખે સે ડર લગતા હૈ.” પરંતુ છીંદવાડામાં હોસ્પીટલમાં દાખલ એક કોરોનાગ્રસ્ત દર્દીનો હોસ્પિટલ પ્રશાસનન વોર્ડને નમ્ર વિનંતી કરતો વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જે વીડીઓમાં તે દર્દી પંખાને બદલવાની વિનંતી કરી રહ્યો છે.

કોરોનાગ્રસ્ત દર્દી 2 મિનિટ અને 17 સેકન્ડના વીડિયોમાં હોસ્પીટલના બેડ પર માસ્ક પહેરીને સુતો દેખાય છે. તે કોરોનાગ્રસ્ત દર્દી કોરોનાથી નથી ડરતો એટલો તો તેના માથા પર ફરી રહેલા પંખાથી ડરે છે. આ વિડીઓ જોઇને તમને પણ એમ લાગશે કે આ પંખો ગમે ત્યારે નીચે પડી શકે છે. કોરોનાગ્રસ્ત દર્દી કહે છે કે મારી ઉપર ફરી રહેલા પંખાને જોઇને મને ઊંઘ પણ નથી આવતી પરંતુ ડર લાગે છે કે આ પંખો ક્યારે પડશે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વિડીયોમાં યુવક કહી રહ્યો છે, “મિત્રો, મને છિંદવાડા જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.” અને બીજું પણ કહે છે કે, “મારા બેડ પર એક વિદેશી પંખો છે, જેમને જોઇને હું ડરી રહ્યો છું.” અને આગળ આ યુવાન દબંગ ફિલ્મના ડાઈલોગ મુજબ કહી રહ્યો છે કે “કોરોના સે ડર નહીં લગતા સાહેબ, પંખે સે ડર લગતા હૈ.”

સોશિયલ મીડિયાના વપરાશકર્તાઓએ ખુબ જ ગંભીર સ્થિતિમાં ઝૂલી રહેલા પંખાની સાથે યુવકની પણ ચિંતા કરી છે અને ત્યાર બાદ હોસ્પીટલના વહીવટી વિભાગને આ પંખાની બદલી કરવાની રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે એક યુઝરે લખ્યું કે “આ ફરી રહેલા પંખાની હાલત ખુબ જ ડરામણી છે.

આ વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ તંત્રએ તરત જ આ પંખાને સરખો કરી દેવામાં આવ્યો હતો. જયારે આ વીડીઓમાં કોઈ એક વ્યક્તિ પંખો સરખો કરતો બતાય રહ્યો છે. આ વિડીઓ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે અને આ વાયરલ વિડીઓની સાથે લોકો કહી રહ્યા છે કે પંખો સરખો થઈ ગયો છે કોઈએ ચિંતા કરવી નહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.