જયારે વિશ્વમાંથી કોરોના દુર થશે ત્યારે ચીનનો કેવો હાલ કરશે દુનિયા? આ દેશે તો કરી દીધા શ્રીગણેશ

હાલ કોરોના વાયરસના કારણે આખી દુનિયામાં હાહાકાર મચી ગયો છે. દુનિયાના મોટા મોટા દેશો પણ આજે પડી ભાંગ્યા છે. જે દેશોનું અર્થતંત્ર ખુબ સારું હતું…

હાલ કોરોના વાયરસના કારણે આખી દુનિયામાં હાહાકાર મચી ગયો છે. દુનિયાના મોટા મોટા દેશો પણ આજે પડી ભાંગ્યા છે. જે દેશોનું અર્થતંત્ર ખુબ સારું હતું તેનું અર્થતંત્ર આજે સંપૂર્ણ પણે ભાંગી પડ્યું છે. આજે આખી દુનિયાએ ભયંકર મંદીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બધું થવા પાછળનું કારણ છે ચીન. જયારે આ કોરોના વાયરસ નાબુદ થઇ જશે ત્યારે ચીનને વિશ્વને ઘણા સવાલોના જવાબ દેવા પડશે.

ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસનને WHO(World Health Organization) અને સંયુક્ત રાષ્ટ્રને ચીનમાં ચાલી રહેલા વેટ માર્કેટ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરી છે. સાથે-સાથે સ્કોટ મોરિસનને જણાવતા કહ્યું છે કે, વેટ માર્કેટ એક વાસ્તવિક સમસ્યા છે, અહીંથી જ કોરોના વાયરસનો ઉદભવ થયો હતો.

મોરિસને જણાવતા કહ્યું હતું કે, ચીનમાં આવેલા વેટ માર્કેટના કારણે જ ત્યાંથી કોરોના વાયરસ ફેલાયો છે. વેટ માર્કેત જ એ જગ્યા છે જ્યાં કોરોના વાયરસની હાજરી હતી. આ બાબત દુનિયા માટે એક મોટો પડકાર છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને અને અન્ય આંતરરાષ્ટ્રીય સંગઠન તેના પર થોડું વધારે ધ્યાન આપે.

ચીનના વુહાન શહેરમાં આવેલુ વેટ માર્કેટ એક એવુ માર્કેટ છે જ્યાં અજગર, કાંચબા, કાચિંડા, ઉંદર, ચીત્તાના બચ્ચા, ચામાચિડીયા, પેંગોલિન, શિયાળના બચ્ચા, જંગલી બિલાડી, મગરમચ્છ જેવા જાનવરોનું માસ વેચાય છે. કોરોના વાયરસ આ માર્કેટમાંથી જ ફેલાયો હોવાનું માનવામાં આવે છે.

ચીનના આ વેટ માર્કેટમાંથી જ વર્ષ 2002માં સાર્સ નામનો વાયરસ ફેલાયો હતો. આ સાર્સના કારણે 2 દેશોમાં 8,000 લોકો સંક્રમિત થયા હતાં. આ વાયરસ કોરોના વાયરસની પહેલી આવૃત્તિ હતો. ત્યાર બાદ ચીનમાં થોડો સમય માટે આ માર્કેટ બંધ કરવામાં આવ્યું હતું. પરંતુ થોડા જ દિવસમાં તે ફરી એકવાર ધમધમતુ થઈ ગયું હતું.

વેટ માર્કેટમાં જાનવરોને ખુલે આમ કાપવામાં આવે છે. આ જાનવરોમાં લોહી, મળ, પાસ, થૂંક બધુ પાણીમાં ભળીને એક થઈ જાય છે. તેમાં વાયરસ પેદા થાય છે. આ માર્કેટમાં લોકો પણ ખરીદી કરવા આવે છે. જેથી ખુબ જ સરળતાથી વાયરસ માણસના શરીરમાં પ્રવેશી જાય છે.

વર્ષ 1988માં ચીનની સરકારે વાઈલ્ડ લાઈન પ્રોટેક્શન કાયદો લાવી જાનવરોની ખેતીને કાયદેસર રીતે સુરક્ષીત બનાવી. ત્યાર બાદ ચીનના ગામડે ગામડે વેટ માર્કેટ ધમધમવા લાગ્યા.

રોયટર્સના એક અહેવાલ પ્રમાણે ચીન બેલ્ટ એંડ રોડના માધ્યમથી જંગલી જાનવરોના વ્યાપારને વધારવા માંગે છે. જોકે કોરોના વાયરસના ફેલાવા બાદ હાલ તો તેને રોકવામાં આવ્યો છે. કોરોના વાયરસ હાલ ભલે આખી દુનિયામાં ફેલાયો હોય પણ હકીકત એ છે કે, આ ચીનમાથી જ ઉદભવ્યો છે. જેને ધ્યાનમાં રાખીને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને ચીન વિરૂદ્ધ કાર્યવાહી કરવાની WHO અને સંયુક્ત રાષ્ટ્રને માંગણી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *