અમદાવાદ એરપોર્ટ પર આવેલા યુવાનને કોઈ પણ ચેકઅપ કર્યા વગર જવા દીધો, યુવકે ખોલી તંત્રની પોલ

કોરોના વાઈરસના કેસ ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં વધી રહ્યા છે ત્યારે અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિદેશથી આવતા પેસેન્જરના ચેકિંગમાં બેજવાબદારી સામે આવી હતી. આજે સવારના…

કોરોના વાઈરસના કેસ ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં વધી રહ્યા છે ત્યારે અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિદેશથી આવતા પેસેન્જરના ચેકિંગમાં બેજવાબદારી સામે આવી હતી. આજે સવારના રોજ 3 વાગ્યે કેનેડાના ટોરોન્ટોથી આવેલા એક ગુજરાતી યુવાને ટ્વીટ કરીને જણાવ્યું હતું કે એરપોર્ટ પર કોરોના સંબંધિત ચેકિંગમાં ઘોર બેદરકારી સામે આવી છે.

આ યુવાને ટ્વીટમાં લખ્યું છે કે, એરપોર્ટ પર તેનું કોઈ થર્મલ ચેકિંગ કરાયું નહોતું અને ફક્ત એક ફોર્મ ભરીને તેને જવા દીધો અને જાતે જ 14 દિવસ ક્વોરેન્ટાઈનમાં રહેવા કહ્યું. બસ, આટલું જ! એરપોર્ટ પર આનાથી વધુ કશું થતું નથી. ગુજરાતી ફિલ્મ અભિનેત્રી નેત્રી ત્રિવેદીએ પણ રિટ્વીટ કરીને પોતાની સાથે પણ આવો જ અનુભવ થયો હોવાનું જણાવી અમદાવાદ એરપોર્ટ પરની ચેકિંગ વ્યવસ્થાના લીરેલીરા ઉડાડ્યા હતા.

સમગ્ર વિશ્વ જયારે કોરોનાના ભય સામે ઝઝુમી રહ્યું છે. તેવામાં અમદાવાદ એરોપોર્ટની ભારે બેદરકારી સામે આવી છે. અમદાવાદ એરપોર્ટ પર આજે એક યુવક કેનેડાથી અમદાવાદ પરત આવ્યો ત્યારે તણે એવો દાવો કર્યો કે તેનું કોઈ ચેકિંગ કરવામાં ન આવ્યું, કે ના તો થર્મલ સ્ક્રિનીંગ કરવામાં આવ્યું. જે યુવક કેનેડાથી પરત આવ્યો તેણે આ મામલે ટ્વીટ કરીને આ માહિતી શેર કરી. તેણે એમ પણ કર્યું કે એરપોર્ટ પર ચેકિંગ ન થયું પણ હું પોતે બે અઠવાડિયા માટે આઈસોલેટ થયો છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *