મુખ્યમંત્રીએ કરેલી પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતો કોરોનાથી પીડિત પત્રકાર, જાણો વિગતે

Published on Trishul News at 3:46 PM, Wed, 25 March 2020

Last modified on March 25th, 2020 at 3:46 PM

મધ્યપ્રદેશમાં રવિવારે પ્રોફેસર કોલોનીમાં પોઝિટીવ રિપોર્ટ આવેલી એક યુવતીના પિતામાં પણ સંક્રમણ જોવા મળ્યું છે. તે યુવતીના પિતા પત્રકાર છે. તેઓ 20 માર્ચના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ થયા હતા. પત્રકારમાં સંક્રમણ સામે આવ્યા બાદ કમલનાથે પોતાને આઇસોલેટ કર્યા છે. આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત દરેક પત્રકારને ક્વોરન્ટાઇનમાં જવું પડી શકે છે. તેમના રાજનીતિક સલાહકાર આર કે મિલગાનીની કોરોના વાયરસ અંગેની રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જે પછી તેમણે આ પગલું ભર્યું છે. તત્કાલિન મુખ્યમંત્રી દ્રારા 20 માર્ચના રોજ એક પત્રકાર પરિષદ કરવામાં આવી હતી. જેમાં એક પત્રકારની દિકરીની કોરોના રિપોર્ટ પોઝીટીવ આવી હતી.

માનવામાં આવી રહ્યું છે કે તમામ પત્રકારોને ક્વોરોન્ટાઈનમાં જવાનો વારો આવશે. કમલનાથની આ પ્રેસવાર્તામાં કોરોના પોઝીટીવ દર્દીના પિતા અને વ્યવસાયે પત્રકાર એવા કે.કે.શ્રીવાસ્તવ પણ પહોંચ્યા હતા. આ જગ્યાએ પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહ સહિત કોંગ્રેસના તમામ ધારાસભ્યો અને પ્રદેશના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર હતા. સાથે જ 200 પત્રકારો ઉપસ્થિત હતા.

આ સમયે સંક્રમિત યુવતીના પિતાએ મિગલાની સાથે મુલાકાત કરી હોવાની વાત સામે આવી રહી છે. મિગલાની કમલનાથની સાથે પડછાયાની માફક રહે છે. હાલ તેને કોઈ પરેશાની નથી. 21 માર્ચના રોજ મિગલાનીની તબિયત ખરાબ થઈ હતી. જે પછી 23 માર્ચના રોજ ભોપાલની સ્માર્ટ સિટી હોસ્પિટલમાં તેમને ભરતી કરવામાં આવ્યા. 25 માર્ચના રોજ તેની કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.

Be the first to comment on "મુખ્યમંત્રીએ કરેલી પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતો કોરોનાથી પીડિત પત્રકાર, જાણો વિગતે"

Leave a comment

Your email address will not be published.


*