કોરોનાના આવ્યા નવા 3 લક્ષણો, જો શરીરમાં આવો અનુભવ થાય તો…

કોરોનાવાયરસના કેસ ભારતમાં ઝડપથી સામે આવી રહ્યા છે. કોરોનાવાયરસના સૌથી વધારે કેસના લિસ્ટમાં ભારત રશિયા બાદ ચોથા સ્થાને પહોંચી ગયું છે. આ વચ્ચે ભારત સરકારના…

કોરોનાવાયરસના કેસ ભારતમાં ઝડપથી સામે આવી રહ્યા છે. કોરોનાવાયરસના સૌથી વધારે કેસના લિસ્ટમાં ભારત રશિયા બાદ ચોથા સ્થાને પહોંચી ગયું છે. આ વચ્ચે ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલય 3 નવા લક્ષણોને કોરોનાના લિસ્ટમાં સામેલ કર્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય શનિવારે જણાવ્યું કે, સુંઘવા અને સ્વાદ ઓળખવાની ક્ષમતા ઓછી થવી એ કોરોનાના મુખ્ય લક્ષણો છે. મેડિકલની ભાષામાં તેને એનોસ્મિયા અને અગિસિયા કહેવામાં આવે છે. સ્વાસ્થ્ય મંત્રાલય પહેલેથી જ બે લક્ષણો અને અધિકારી ગ્રુપથી કોરોના લિસ્ટમાં રાખેલા ન હતા.

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના સંક્રમણ પર કામ કરતી અમેરિકાની મેડિકલ સંસ્થા સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શને (CDC) ત્રણ નવા શારીરિક લક્ષણોને કોરોના વાયરસના સંભવિત સંકેત ગણાવ્યાં છે. આ 3 નવા લક્ષણો છે- નાકમાંથી પ્રવાહી વહેતું રહે એટલે કે નાક ગળવું, ઉબકા આવવા અને ડાયેરિયા

નાકમાંથી સતત પ્રવાહી નીકળવું

CDCના જણાવ્યાં મુજબ, નાકમાંથી સતત પ્રવાહી નીકળતું રહે તેનો અર્થ એવો નહતો કે પીડિત વ્યક્તિ કોરોનાથી જ સંક્રમિત છે. પરંતુ જો કોઈ વ્યક્તિનું નાક સતત વહેતું રહે એટલે કે પ્રવાહી નીકળ્યા કરે, અને અંદરથી તે બેચેની અનુભવે તો તાવ ન હોવા છતાં આવી વ્યક્તિએ કોરોનાની તપાસ કરાવવી જોઈએ. શક્ય છે કે તમે કોરોનાથી સંક્રમિત હોવ.

ઉબકા આવવા

અમેરિકી સંસ્થા CDC એ કોરોનાનું બીજુ નવું લક્ષણ ઉબકા આવવા જણાવ્યું છે. CDCના જણાવ્યાં મુજબ, જો કોઈ વ્યક્તિને વારંવાર અસામાન્ય રીતે ઉબકા આવવા લાગે તો તે જોખમનું સિગ્નલ છે. આવી વ્યક્તિએ તરત પોતાની જાતને આઈસોલેટ કરી લેવી જોઈએ. જો કે ઉબકા આવવા કોરોના સિવાય અન્ય કોઈ કારણ પણ હોઈ શકે છે. પરંતુ કોરોનાકાળમાં આ લક્ષણને જરાય નજરઅંદાજ ન કરવું. આવું થાય તો કોરોના ટેસ્ટ કરાવી લેવો જોઈએ.

ડાયેરિયા

કોરોના વાયરસનું ત્રીજુ લક્ષણ ડાયેરિયા છે. ડોક્ટરોએ પહેલા પણ સ્વીકાર્યું હતું કે, કોરોના સંક્રમિત દર્દીઓમાં ડાયેરિયાને મળતા લક્ષણો હોય છે. હવે CDCએ પણ સ્વીકાર્યું છે કે, દુનિયાભરમાં મોટા પાયે કોરોના સંક્રમિત દર્દીઓમાં ડાયેરિયાના લક્ષણો જોવા મળી રહ્યાં ચે.

હવે CDCની યાદીમાં કોરોના સંક્રમણના કુલ 11 લક્ષણો થયા છે. આ લિસ્ટમાં પહેલા તાવ, ઉધરસ, થાક, શ્વાસ લેવામાં તકલીફ, ગળફો, માંસપેશીઓમાં દુખાવો, તેમજ ગળામાં ખરાબી જેવા લક્ષણો જ સામેલ હતા. Cdcના રિપોર્ટ અનુસાર એવા દર્દીઓની સંખ્યા ખૂબ વધારે છે જે કોરોના પોઝિટિવ આવ્યા બાદ સુંઘવા અને સ્વાદ ઓળખવાની શક્તિ ગુમાવી ચૂક્યા છે. જેમાં પહેલા આઠ લક્ષણ હતા. જે આ મુજબ છે તાવ અને વધુ ઠંડી લાગવી, કફ, શ્વાસ લેવામાં તકલીફ, થાક, શરીરમાં દુ:ખાવો, માથાનો દુ:ખાવો, સ્વાદની અનુભૂતિ ન થવી, ગળામાં દુ:ખાવો અને ખારાશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *