ભારતમાં કોરોનાના કેસ 15 દિવસમાં થયા ડબલ- જોકે મોટા રાહતના સમાચાર આવ્યા સામે

19 મી મેના રોજ સવારે આરોગ્ય મંત્રાલયે રજૂ કરેલા અહેવાલ મુજબ, દેશમાં કોરોના ના દર્દીઓની સંખ્યા 1 લાખ 1 હજાર 139 હતી. 15 દિવસ બાદ…

19 મી મેના રોજ સવારે આરોગ્ય મંત્રાલયે રજૂ કરેલા અહેવાલ મુજબ, દેશમાં કોરોના ના દર્દીઓની સંખ્યા 1 લાખ 1 હજાર 139 હતી. 15 દિવસ બાદ આજે દેશમાં કુલ કોરોના ના દર્દીઓ 2 લાખને પાર કરી ગયા છે.

  • 19 મેના રોજ દર્દીઓની સંખ્યા 1 લાખ હતી
  • આજે દર્દીઓની સંખ્યા 2 લાખને વટાવી ગઈ છે

દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 2 લાખથી વધુ પહોંચી ગઈ છે. આશ્ચર્યજનક ની વાત એ છે કે, દર્દીઓની સંખ્યા માત્ર 15 દિવસમાં એક લાખથી વધીને 2 લાખ થઈ ગઈ છે, જ્યારે એક લાખ કેસ થવા માટે 108 દિવસ લાગ્યા હતા. કોરોના દર્દીઓની વધતી જતી સંખ્યામાં રાહત એ છે કે આ રોગમાંથી સાજા થનારા લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.

19 મી મેના રોજ સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા અહેવાલ મુજબ, દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 1 લાખ 1 હજાર 139 હતી, જેમાં 3163 લોકોનાં મોત નીપજ્યાં હતાં. 15 દિવસ બાદ આજે દેશમાં કુલ કોરોના દર્દીઓ 2 લાખને પાર કરી ગયા છે. એટલે કે, હવે દેશમાં કોરોના કેસનો ડબલ થવાનો દર 15 દિવસ છે.

આરોગ્ય મંત્રાલયના 3 જૂનના સવારે  જાહેર થયેલા અહેવાલ મુજબ દેશમાં દર્દીઓની કુલ સંખ્યા 2 લાખ 7 હજાર 615 છે. તેમાંથી 5 હજાર 815 લોકોનાં મોત નીપજ્યાં છે. રાહતની વાત એ છે કે લગભગ 50 ટકા એટલે કે 1 લાખ 303 દર્દીઓ કોરોના સામેની લડાઇમાં જીત્યા છે. અત્યારે  દેશમાં એક્ટીવ કેસની કુલ સંખ્યા 1 લાખ 1 હજાર 497 છે.

મોતની વધતી સંખ્યા

19 મે – 101,139 કેસ – 3,163 મૃત્યુ.

20 મે – 106,750 કેસો – 3,303 મૃત્યુ.

21 મે – 112,359 કેસ – 3,435 મૃત્યુ.

22 મે – 118,447 કેસ – 3,583 મૃત્યુ.

23 મે – 125,101 કેસ – 3,720 મૃત્યુ.

24 મે – 131,868 કેસ – 3,867 મૃત્યુ.

25 મે – 138,845 કેસ – 4,021 મૃત્યુ.

26 મે – 145,380 કેસ – 4,167 મૃત્યુ.

27 મે – 151,767 કેસ – 4,337 મૃત્યુ.

28 મે – 158,333 કેસ – 4,531 મૃત્યુ.

29 મે – 165,799 કેસો – 4,706 મૃત્યુ.

30 મે – 173,763 કેસ – 4,971 મૃત્યુ.

31 મે – 182,143 કેસ – 5,164 મૃત્યુ.

જૂન 1 – 190,535 કેસ – 5,394 મૃત્યુ.

જૂન 2 – 198,706 કેસ – 5,598 મૃત્યુ.

3 જૂન – 207,615 કેસ – 5,815 મૃત્યુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *