મુસ્લિમ વિસ્તારમાં કોરોના તપાસવા ગયેલી ડોક્ટર અને પોલીસની ટીમ પર ઠેર ઠેર હુમલા- શું આ યોગ્ય છે?

હાલમાં દેશભરમાં કોરોના સંક્રમણને લઈને સરકાર અને આરોગ્ય વિભાગ સતત સક્રિય છે. શકમંદ લોકોને સુરક્ષિત સ્થાને રાખીને મેડીકલ કરાવવામાં આવી રહ્યું છે. દેશમાં લોકડાઉનનેમિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. ડોક્ટર, પોલીસ કર્મીઓ જીવના જોખમે ૨૪ કલાક પોતાની ફરજ પર છે ત્યારે દેશના અલગ અલગ સ્થાનોએથી એવી ઘટનાઓ સામે આવી છે. જેને કારણે કોરોના સામે લડી રહેલા ભારતમાં હિંદુ મુસ્લિમ નો વાદ વિવાદ વકરી રહ્યો છે.

મધ્યપ્રદેશના ઇંદોરના મુસ્લિમ બહુમતી વિસ્તારમાં કોરોનાના શંકાસ્પદ એવા વ્યક્તિની તપાસ માટે મેડિકલ ટીમ પહોંચી તો લોકોએ તેમના પર પથરાવ કરી દીધો. ઇંદોરના તાટપટ્ટી ભક્ખલ વિસ્તારમાં કોરોના વાયરસના સંક્રમણને લઈને હેલ્થ વર્કર્સ એક વ્યક્તિની તપાસ કરવા ગયા હતા. ત્યારે આ લોકોને સહકાર આપવાની વાત તો દૂર રહી અહીં સ્થાનિકોએ એમ કહીને પથ્થરમારો શરું કરી દીધો કે અહીં કોઈ કોરોના પીડિત નથી. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. વિડીયો ઉતારનાર વ્યક્તિ પણ દ્રેષ ભાવનાથી અપશબ્દો બોલી રહ્યો છે.

આવી જ એક ઘટના ઉત્તરપ્રદેશના મુઝફ્ફર નગરના ભોપા પોલીસ સ્ટેશન વિસ્તારના મોરના ગામમાં બનવી હોવાના અહેવાલો મળી રહ્યા છે. જેમાં ભીડ એકઠી થયાના સમાચાર મળ્યા બાદ પહોચેલી પોલીસ પર ટોળાએ જીવલેણ હુમલો કર્યો જેમાં ત્રણ પોલીસ કર્મીઓ ઘાયલ થયા છે. અને તેમાંથી ૨ ને ગંભીર ઈજાઓ થઇ છે જેને મેરઠ ની હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવાઈ રહ્યું છે કે આ લોકોને સમજાવવા ગયેલી પોલીસને લોકોએ દોડાવી દોડાવીને માર્યા હતા.

 

બિહારના મધુબની શહેરના ઝંઝારપુર ના અંધરાઢાઢી ના ગિદડગંજ ગામની મસ્જિદમાં મંગળવારની સવારે સોશિયલ ડિસ્ટન્સિંગની વાત કરવા પહોચેલી પોલીસ અને વહીવટી તંત્રની ટીમ પર લોકોએ હમલા કરી હતી. ઉપરી અધિકારીઓ સહિતના અધિકારીઓ પર મસ્જિદમાંથી નીકળેલા હુમલાખોરો એ બબાલ કરીને પથ્થરમારો શરૂ કરી દીધો. આ સાથે સાથે તેમના પર ફાયરિંગ પણ કર્યું હોવાના અહેવાલો મળ્યા છે. આ અધિકારીઓ ત્યાંથી માંડ માંડ ભાગીને નીકળી શક્યા. હુમલાખોરોએ વહીવટી તંત્રની એક ગાડીને તોડીફોડીને નજીકના તળાવમાં નાખી દીધી હતી.

 

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: