કોરોનાનો કહેર, કેવો વિકટ સમય આવ્યો છે: ઘરમાં દાણા નથી, કમાવા માટે કામ નથી

Corona's wharf, how long has it been: There is no grain in the house, no work to earn

કોરોના વાઇરસનો કહેર સતત વધતો જઈ રહ્યો છે. ચીનમાંથી ફેલાયેલો વાયરસ ભારત સહિત ઘણા દેશોમાં હાહાકાર મચાવી રહ્યો છે. ભારતમાં પણ આ વાયરસથી પીડિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. એવામાં ભારત સરકાર કોરોના વાઇરસની રોક માટે સતર્કતા રાખી રહી છે.જેના માટે દેશને સંપૂર્ણ રીતે lockdown કરવામાં આવ્યો છે.

કોરોના વાયરસને લઇને દુનિયાભરમાં જીવન ખૂબ પ્રભાવિત થયું છે. ભારત જેવા દેશોમાં તેનો ખૂબ બહોળા પ્રમાણમાં અસર જોવા મળી રહી છે. જેને લઇને દાડી ઉપર કામ કરતાં ઘણા મજૂરો માટે સમસ્યા વધારે વધી ગઈ છે. તેઓની પાસે ન તો કામ છે, ન પૈસા છે.ન તો તેમની પાસે દર મહિને ફિક્સ પગાર જેવી કોઈ વ્યવસ્થા છે. રોજનું કમાઈને રોજ ખાય છે.

50 વર્ષના કમલજીત સિંહ ચંદીગઢમાં રિક્ષા ચલાવવાનું કામ કરે છે.તેઓએ જણાવ્યું કે છેલ્લા ઘણા દિવસોથી કોઈ સવારી તેમના રિક્ષામાં બેસી નથી, જેના કારણે તેઓ પૈસા નથી કમાઈ શકતા. હાલમાં પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે તેઓના ઘરમાં ખોરાકનું સંકટ આવી પડયું છે. જેના કારણે ઘરમાં પણ તણાવ અને અશાંતિનો માહોલ છે.

તેમણે જણાવ્યું કે ઘરમાં રોજ બરોજની વસ્તુઓ અને શાકભાજી, ટમેટા, ડુંગળી આદિ વસ્તુઓ પૂરી થઈ ચૂકી છે. ખાવા માટે કશું બચ્યું નથી. કમલજીત સિંહ ચિંતા વ્યક્ત કરતાં કહે છે કે આગળ જતાં આ સંકટ કેટલું ચાલશે એની ખબર નથી. પરિસ્થિતિ ભુખ્યા રહેવા સુધી આવી ગઈ છે. સમજણ નથી પડતી શું કરવું.

તેમનો દીકરો મોહન નાળિયેર પાણી વેચે છે. છેલ્લા દસ દિવસ પહેલા નાળિયેરનો સ્ટોક ખરીદ્યો હતો. પરંતુ હવે જેવી lockdownની જાહેરાત થઈ અને તેના પહેલા કોરોના વાયરસની ચર્ચાઓ ચાલી ત્યારથી જ દુકાનદારી બધી બંધ પડી છે.

કમલજીત સિંહે જણાવ્યું કે મારો દીકરો lockdownમાં પણ એ આશા સાથે બજારમાં બેઠો છે કે નાળીયેર પાણી વેચાશે તો ઘરમાં ચૂલો સળગશે. અમારી પાસે અન્ય કોઇ રસ્તો નથી.બસ રાહ જોઈ રહ્યા છીએ કે ક્યારેય બધું બરાબર થઈ જાય.

ગુજરાતમાં કોરોના વાયરસની લેટેસ્ટ અપડેટ માટે અહિયાં ક્લિક કરો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: