ભારતમાં એક લાખ કેસ થતા લાગ્યા હતા 110 દિવસ, 49 દીવસમાં થઇ ગયા સીધા 7 લાખ

ભારતમાં કોરોનાવાયરસ ના 22252 નવા કેસ સામે આવ્યા બાદ મંગળવારે દેશમાં સંક્રમણના કેસ વધીને ૭,૧૯,૬૫૫ થઈ ગયા છે. ફક્ત 5 દિવસમાં જ સંક્રમણના આ મામલાઓ…

ભારતમાં કોરોનાવાયરસ ના 22252 નવા કેસ સામે આવ્યા બાદ મંગળવારે દેશમાં સંક્રમણના કેસ વધીને ૭,૧૯,૬૫૫ થઈ ગયા છે. ફક્ત 5 દિવસમાં જ સંક્રમણના આ મામલાઓ ૬ લાખથી સાત લાખ વધી ગયા છે. તેમજ આ મહામારી ને કારણે છેલ્લા ૨૪ કલાકમાં 467 લોકોનું મૃત્યુ થયું છે. તેની સાથે જ ભારતમાં જીવ ગુમાવનાર ની સંખ્યા 20160 થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય આ જાણકારી આપી.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય કહ્યું કે પ્રતિ ૧૦ લાખની વસ્તીએ ભારતમાં સાજા થનારા દર્દીઓ પ્રતિ ૧૦ લાખની વસતિ પર ઈલાજ કરાવી રહેલા દર્દીઓ થી વધારે છે.રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોનાવાયરસ ના મામલાઓ ની જલ્દી ઓળખ કરવી અને અસરકારક વ્યવસ્થા કરવાનું શ્રેય જાય છે.

મંત્રાલય નિવેદનમાં કહ્યું કે ભારતમાં પ્રતિ ૧૦ લાખ પર તાજા થનાર દર્દીઓની સંખ્યા 315 છે જ્યારે દેશમાં પ્રતિ ૧૦ લાખ વસ્તી પર ઈલાજ કરાવી રહેલા દર્દીઓની સંખ્યા 186 છે.

સ્વીડનના સ્વાસ્થ્ય મંત્રી સાથે ઓનલાઇન વાતચીતમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું કે ભારતે સાવધાની સક્રિય અને ક્રમિક ઉપાયોથી કોરોનાવાયરસ પર લગામ કસવામાં આવી રહી છે. અને હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં બેડ ખાલી છે.

પિકચર અભી બાકી હૈ- ફેબ્રુઆરી સુધીમાં ભારતમાં રોજ કોરોનાના 2.87 લાખ કેસ નોંધાશે

49 દિવસોમાં 7 લાખને પાર પહોંચ્યા કેસ

કોરોનાવાયરસ ની મહામારી સામે લડવા માટે ભારતે જે પાઠ ભણ્યો છે તેના વિશે હર્ષવર્ધને કહ્યું કે ભારતમાં રિકવરી રેડ 61% છે અને મૃત્યુ દર બે ટકા છે. જ્યારે દેશની વસ્તી એક અરબ ૩૫ કરોડ છે.

દેશમાં શંકર ના કેસ 1,00,000 થવામાં 110 દિવસ લાગ્યા હતા અને ફક્ત 49 દિવસમાં તે 7 લાખને પાર પહોંચી ગયા છે.

મંત્રાલય જણાવ્યું કે સતત પાંચમા દિવસે દેશમાં ૨૦ હજારથી વધારે નવા કેસ સામે આવ્યા છે.

મંત્રાલયના આંકડાઓ અનુસાર દેશમાં કોરોનાવાયરસ ની કેસની સંખ્યા 7,19,655 ઉપર પહોંચી ગઇ છે. તેમજ છેલ્લા ૨૪ કલાકમાં 467 લોકોનું મૃત્યુ થઈ ગયું છે તેની સાથે જ મૃતકોનો આંકડો 20160 થઈ ગયો છે.

દેશમાં હજુ સુધી 4,29,947 લોકો સાજા થઈ ગયા છે. અને બે લાખ ઓગણસાઠ હજાર પાંચસો સત્તાવન લોકોનો ઇલાજ ચાલી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *