શું તમને ખબર છે કે તમારું કોરોના રસીકરણનું સર્ટીફીકેટ અસલી છે કે નકલી?- આ રીતે જાણો

ભારતના કોરોના વેક્સીન સર્ટિફિકેટ(Vaccine certificate)ને લઈને હંગામો મચ્યો છે. અગાઉ બ્રિટને(Britain) કોવિશિલ્ડ(Covishield) રસી મેળવનાર ભારતીય પ્રવાસીઓને રસી તરીકે ગણવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ ભારતના દબાણ…

ભારતના કોરોના વેક્સીન સર્ટિફિકેટ(Vaccine certificate)ને લઈને હંગામો મચ્યો છે. અગાઉ બ્રિટને(Britain) કોવિશિલ્ડ(Covishield) રસી મેળવનાર ભારતીય પ્રવાસીઓને રસી તરીકે ગણવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ ભારતના દબાણ સામે પોતાનો નિર્ણય પાછો ખેંચ્યો હતો અને બાદમાં કહ્યું હતું કે તેને ભારતની કોવિશિલ્ડ રસી સાથે સમસ્યા નથી પરંતુ રસી પ્રમાણપત્ર સાથે સમસ્યા છે.

રસીના પ્રમાણપત્ર સામે બ્રિટને વાંધો ઉઠાવ્યો:
બ્રિટને કોવિશિલ્ડ રસી લીધેલા ભારતીયોને મુસાફરી કરવાની જૂની શરતો સાથે પરવાનગી આપી છે. એટલે કે, સંપૂર્ણ રસીકરણ કરાયેલા ભારતીયોને બ્રિટન ગયા પછી 10 દિવસ સુધી ઘરમાં અલગથી જ રહેવું પડશે. તેમજ તેમને તેમના કોરોના(Covid-19)નો RT-PCR નેગેટિવ રિપોર્ટ(Negative report) બતાવવો પડશે. સરળ શબ્દોમાં કહીએ તો બ્રિટનને ભારતના રસી પ્રમાણપત્રની સત્યતા અંગે શંકા છે. આવી સ્થિતિમાં, અમે તમને જણાવી દઈએ કે, જો તમારી પાસે પણ કોરોના રસીનું પ્રમાણપત્ર છે, તો તમે કેવી રીતે ચેક કરી શકો છો કે પ્રમાણપત્ર અસલી છે કે નહીં.

જાણો કેવી રીતે કરશો રસીના પ્રમાણપત્રની ઓળખ:
સૌ પ્રથમ verwin.cowin.gov.in/ પર Cowin ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો. આ પછી તમે વેરીફાય રસીકરણ પ્રમાણપત્ર પર વેરીફીકેશન સર્ટિફિકેટ પર ક્લિક કરો. અહીં ક્લિક કરતા જ તમને તમારા ફોન પર કેમેરા ખોલવાની સૂચના મળશે. જેની તમારે પરવાનગી આપવી પડશે. કેમેરાને QR કોડ પર કાગળ અથવા ડિજિટલ સર્ટિફિકેટ પર કેન્દ્રિત કરો અને તેને સ્કેન કરો. QR કોડ સ્કેન કરવા પર પ્રમાણિત રસી પ્રમાણપત્ર તમને જોવા મળશે. જો તમારું પ્રમાણપત્ર નકલી છે તો ‘પ્રમાણપત્ર અમાન્ય’ લખેલું આવશે.

રસીના પ્રમાણપત્રોનું થઇ રહ્યું છે કાળાબજાર:
હકીકતમાં, ચેક પોઈન્ટ નામની સોફ્ટવેર કંપનીએ નકલી કોવિડ રસી પ્રમાણપત્રોનું કાળાબજાર શોધવા માટે એક અભ્યાસ હાથ ધર્યો હતો, જેમાં જાણવા મળ્યું હતું કે, વિશ્વના 29 દેશોમાં નકલી રસી પ્રમાણપત્રો બનાવવામાં આવી રહ્યા છે. આમાં ઓસ્ટ્રિયા, બ્રાઝિલ, લેટવિયા, લિથુનીયા, માલ્ટા, પોર્ટુગલ, સિંગાપોર, થાઈલેન્ડ, યુએઈ જેવા દેશોનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં અમે તમને એટલા માટે જણાવી રહ્યા છીએ કે, તમારા અથવા બીજા કોઈનું રસી પ્રમાણપત્ર વાસ્તવિક છે કે નકલી તે સરળતાથી કેવી રીતે શોધી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *