કોરોનાનો આતંક: 24 કલાકમાં 1007 દર્દીનાં મોત, મૃત્યુઆંક 48 હજારને પાર

ભારતમાં કોરોનાને હરાવવા માટે હવે કોવિડ-19 ટેસ્ટિંગની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. તેના કારણે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા રોજ 60 હજારથી વધુ નોંધાઈ રહી છે.…

ભારતમાં કોરોનાને હરાવવા માટે હવે કોવિડ-19 ટેસ્ટિંગની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. તેના કારણે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા રોજ 60 હજારથી વધુ નોંધાઈ રહી છે. શુક્રવારે જાહેર થયેલા દેશના આંકડાઓ મુજબ, દેશમાં 24 કલાકમાં 64,553 નવા કેસો નોંધાયા છે. બીજી તરફ, 1007 દર્દીઓએ કોરોનાના કારણે પોતાના જીવ ગુમાવ્યા છે. કુલ સંક્રમિતોની સંખ્યા હવે 24,61,191એ પહોંચી ગઈ છે.

કોરોનાના દેશમાં હવે 6 લાખ 61 હજાર 595 એક્ટિવ કેસ છે. બીજી તરફ, 17 લાખ 51 હજાર 556 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 48,040 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ શુક્રવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં 13 ઓગસ્ટ સુધીમાં કુલ 2,76,94,416 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. માત્ર ગુરુવારે જ 8,48,728 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદીના સૂચના બાદ ગુજરાત અનેક રાજ્યોમાં કોરોના ટેસ્ટિંગની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.

બીજી તરફ ગુજરાતની વાત કરીએ તો, ગુરુવાર સાંજે જણાવવામાં આવેલા આંકડાઓ મુજબ, 24 કલાકમાં કોરોના વાયરસના 1092 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1046 દર્દીઓ સાજા થયા. 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 18 દર્દીના મોત થયા. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 2733 થયો છે. 24 કલાકમાં સૌથી વધુ સુરત જિલ્લામાં 238 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 75,482 છે. જેમાંથી એક્ટિવ કેસ 14,310 છે. રાજ્યમાં કુલ 50,817 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

ગુજરાતના આરોગ્ય વિભાગે આપેલી માહિતી પ્રમાણે નવા નોંધાયેલા કેસમાં સુરતમાં 251, અમદાવાદમાં 166, વડોદરામાં 109, રાજકોટમાં 95, ભાવનગરમાં 40, જામનગરમાં 39, ગાંધીનગર, અમરેલીમાં 33-33, ગીર સોમનાથમાં 29, દાહોદ, મોરબીમાં 25-25, પંચમહાલમાં 23, કચ્છમાં 22, મહેસાણામાં 20 નવા કેસોનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, જૂનાગઢ,સુરેન્દ્રનગરમાં 17-17, મહીસાગરમાં 16, નવસારી, વલસાડમાં 14-14, ખેડામાં 12, બનાસકાંઠા, પાટણમાં 11-11, ભરૂચ, સાબરકાંઠા, 10-10, આણંદમાં 9, છોટા ઉદેપુરમાં 8, બોટાદ, દેવભૂમિ દ્વારકામાં 6-6, નર્મદા, પોરબંદરમાં 5-5, અરવલ્લીમાં 4, જામનગરમાં 3 અને તાપીમાં 2 સહિત કુલ 1092 નવા કેસ સામે આવ્યા છે.

ગુજરાતમાં કોરોનાના કારણે 18 લોકોના મોત થયા છે. જેમાં સુરતમાં 5 અમદાવાદમાં 4, રાજકોટમાં 3, જ્યારે વડોદરા, ભાવનગર, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર અને કચ્છમાં 1-1 દર્દીઓના મોત થયા છે. બીજી તરફ અમદાવાદમાં 235, સુરતમાં 198, વડોદરામાં 148 અને દાહોદમાં 44 સહિત કુલ 1046 દર્દીઓએ કોરોના વાયરસને હાર આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *