ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

તંત્રએ કોરોના દર્દીની અડધી બળેલી છોડી, લાશ ખાઈ ગયા કુતરા- સરકાર કહેછે એ કોરોના દર્દી નહોતો

કોરોનાવાયરસ અને lockdown વચ્ચે સરકાર ગમે તેટલી કોશિશ કરી લે છે કે સામાન્ય જનતાને તકલીફ ન થાય, પરંતુ કેટલાક અધિકારી અને જવાબદાર પદ ઉપર બેઠેલા લોકોના કારણે માનવતા પણ શર્મસાર થતી રહી છે.

આ ઘટનાને લગતી માહિતી પ્રકાશમાં આવ્યા બાદ વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો અને ત્યારબાદ તેને ફરીથી સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વિગતો અનુસાર છે કે 30 વર્ષનો યુવક રાજેશકુમાર પટેરી બેલસરનો રહેવાસી હતો અને દિલ્હીથી પરત આવ્યો હતો. દિલ્હીથી પરત ફર્યા બાદ, તેને હાજીપુરની સરકારી આંબેડકર રેસિડેન્શિયલ ગર્લ્સ સ્કૂલના ક્વોરેન્ટાઇન સેન્ટરમાં રાખવામાં આવી હતી, જ્યાં તેણે બુધવારે આત્મહત્યા કરી હતી.

બિહારના વૈશાલી જિલ્લાના દિગ્ધી સ્થિત બાલિકા છાત્રાલયમાં બનાવવામાં આવેલ isolation સેન્ટરમાં એક વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી. તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમ છતાં પ્રશાસનની જે કાર્યરીતિ સામે આવી છે તે હેરાન કરી દેનારી છે.

પ્રશાસને લાશને કોનહારા ઘાટ પર અંતિમ સંસ્કાર માટે એક વ્યક્તિને 1500 રૂપિયા આપીને છેડો ફાડી નાખ્યો. આજે સવારે જ્યારે આસપાસના ગ્રામિણજનોએ લાશ ને કુતરાઓ દ્વારા ખવાતાં જોઈ તો લોકોએ તેની સૂચના પ્રશાસન અને મીડિયાને આપી. ત્યારબાદ ઉતાવળમાં પોલીસની ટીમ ત્યાં પહોંચી.

ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ઉદિતાસિંહે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, આ ભ્રામક અને અફવા છે. “અર્ધ-બળી ગયેલી લાશ ચોક્કસપણે કોવિડ -19 વ્યક્તિની નથી, તેમ છતાં આપણે શબને ઓળખવા માટે સમર્થ નથી. તેમ છતાં, અફવાઓ વિશે જાણતાં અધિકારીઓને સ્થળ પર મોકલવામાં આવ્યા હતા અને અર્ધ-બળી ગયેલી લાશનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો.”

પરંતુ તમને જણાવી દઈએ કે માનવતાને શર્મસાર કરી દેનારી આવી ઘટનાઓ પહેલા પણ વૈશાલી જિલ્લામાં બની ચૂકી છે. આના પહેલા એક ચોરની મારી મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. જેના મૃત શરીરને પણ પ્રશાસને પાણીમાં ફેંકી દીધું હતું. તેને પણ કૂતરાઓએ ફાડી ખાધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.