બાળકો પર કાળ બનીને આવ્યો કોરોના: બે વર્ષની બાળકી સહિત 4 બાળકોના મોત, 11 બાળકો સારવાર હેઠળ

Published on Trishul News at 3:32 PM, Tue, 6 April 2021

Last modified on April 6th, 2021 at 3:32 PM

હાલ કાળ બનતા કોરોના દરમિયાન અમદાવાદ સિવિલ કેમ્પસમાં કોરોના દર્દીઓની સંખ્યા 1 હજારને પાર પહોચી છે. 1008 દર્દીઓ અમદાવાદ સિવિલ કેમ્પસમાં સારવાર હેઠળ છે. ગઈકાલે એક જ દિવસમાં 290 દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા.

આ ઉપરાંત સિવિલ કેમ્પસમાં આવેલી 1200 બેડ હોસ્પિટલ, યુ.એન. મહેતા, કિડની, કેન્સર હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. આ દરમિયાન જાણવા મળ્યું છે કે, સિવિલ હોસ્પિટલમાં કોરોનાથી સંક્રમિત 3 બાળકોના મોત થયા છે.

છેલ્લા બે અઠવાડિયામાં 3 બાળકોના મોત થયા છે. હાલ 10 બાળકો કોરોના સંક્રમિત સારવાર હેઠળ છે. હાલ બેની સ્થિતિ નાજૂક છે અને 8 બાળકોની સ્થિતિ સ્થિર છે. આ ઉપરાંત 3 બાળકોના મોત અંગે સિવિલ કેમ્પસના પીડિયાટ્રિક વિભાગના એસોસિયેટ પ્રોફેસર ડોકટર ચારુલ મહેતા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, નાના બાળકોમાં શ્વસનની સમસ્યા, ઝાડા ઉલટી, ચીડિયાપણું, દૂધ લેવાનું બંધ કરે, માથાનો દુ:ખાવો, ગાળામાં દુ:ખાવો જેવા લક્ષણો જોવા મળે છે.

કોરોના બાળકોમાં જોવા મળે ત્યારે તે ગંભીર અસર પેદા કરે છે. કેટલાકની ઇમ્યુનિટી સારી હોય તો માત્ર શરદી ખાંસી થાય છે અને શરીરના દુ:ખાવા બાદ મટી પણ જાય છે. પણ કોઈ બાળકને અન્ય કોઈ સમસ્યા હોય તેવા કેસમાં લોહી નીકળવું, ખેંચ આવવી, હૃદયની સમસ્યા થવાની શકયતા રહે છે. બાળકમાં લક્ષણ ન જોવા મળે અને કોરોના પોઝિટિવ હોય એ પણ સુપર સ્પ્રેડર બની શકે છે.

આ દરમિયાન, બાળકોને ઉંમર મુજબ સમજ આપવી જોઈએ, નાના બાળકોમાં સમજ ન આવી શકે પણ એ માતા પિતાને જોઈને શીખે છે. કેટલાક બાળકો ટીવીમાં, અખબારમાં જોઈને શીખતાં હોય છે, પણ બાળકને સમજ આપવી જ એકમાત્ર ઉપાય છે. જયારે હાલ ઓનલાઈન શિક્ષણ હાલ ચાલી રહ્યું છે ત્યારે સોશિયલ ગેધરિંગના નામે થતી પાર્ટીથી બચવું જોઈએ.

ચાર મૃત્યુ થનાર બાળકો
1. ચાંદલોડિયા અર્બુદાનગર વિસ્તારના 8 વર્ષના બાળકનું મોત 5 એપ્રિલના રોજ થયું હતું.
2. મેમનગર સ્થિત જનકપુરી વિસ્તારમાં રહેતી બાળકીનું અને 9 વર્ષીય બાળકનું મોત 3 એપ્રિલના થયું – બાળકીને
3. હૃદયની સમસ્યા અને ડાઉન સિન્ડ્રોમ હોવાથી કો મોરબીડ સ્થિતિમાં દાખલ કરવામાં આવી હતી.
અમરાઈવાડી વિસ્તારની બે વર્ષની બાળકીનું 23 માર્ચના રોજ મોત થયું હતું.
4. સુરત શહેરના મોટા વરાછામાં 13 વર્ષના બાળકનું કોરોનાથી કરુણ મોત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "બાળકો પર કાળ બનીને આવ્યો કોરોના: બે વર્ષની બાળકી સહિત 4 બાળકોના મોત, 11 બાળકો સારવાર હેઠળ"

Leave a comment

Your email address will not be published.


*