દેશમાં ફરીથી થઇ રહ્યું છે લોકડાઉન, આજથી આ શહેરોમાં લાગુ થશે, જાણો તમારું શહેર તો નથી ને

દેશમાં કોરોનાના કેસનો આંકડો નવ લાખ સુધી પહોંચી જવા પામ્યો છે અને ફરી એક વખત લોકડાઉનનો તબક્કો પાછો આવશે તેવું લાગી રહ્યું છે. દેશના અનેક…

દેશમાં કોરોનાના કેસનો આંકડો નવ લાખ સુધી પહોંચી જવા પામ્યો છે અને ફરી એક વખત લોકડાઉનનો તબક્કો પાછો આવશે તેવું લાગી રહ્યું છે. દેશના અનેક શહેરોમાં આજથી લોકડાઉન લાગુ થઈ રહ્યું છે અને આ કડક અમલાવરીથી સ્પષ્ટ થાય છે કે મોતની ગતિને રોકવી જ કોરોનાને કાબુમાં લેવાનો એકમાત્ર રસ્તો છે.

હકીકતે દરરોજ નવા નવા રેકોર્ડ સ્થાપી રહેલા કોરોનાના આંકડા હવે ડરાવે તેવા લાગે છે. આજે કુલ કેસની સંખ્યા નવ લાખના આંકડાને પાર કરી ગઈ છે. આઈએમએના અહેવાલ પ્રમાણે અત્યાર સુધીમાં 93 ડોક્ટર્સે કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ તરફ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના અહેવાલ પ્રમાણે સ્થિતિ હજુ વધારે ખરાબ થવાની સંભાવના છે.

આ સંજોગોમાં એ સવાલ જરૂર થઈ રહ્યો છે કે શું અનલોકના કારણે સ્થિતિ બગડી છે? શું ફરીથી કડક અમલાવરીની જરૂર પડવા લાગી છે? અનેક રાજ્યોએ મંગળવારે ફરીથી લોકડાઉન લાગુ કરવા નિર્ણય લીધો છે જેનાથી સ્પષ્ટ થાય છે કે અનલોકની છૂટના કારણે જ કોરોનાને પગ પ્રસરાવવામાં મદદ મળી રહી છે.

ગ્વાલિયરમાં એક અઠવાડિયા માટેનું લોકડાઉન

કોરોનાને કાબુમાં લેવા માટે ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરતમાં સરકારી બસોને ફરીથી બંધ કરી દેવામાં આવી છે. ગ્વાલિયરમાં એક દિવસ 191 કેસ આવ્યા તો આજે સાંજે સાત વાગ્યાથી એક સપ્તાહ માટેનું સંપૂર્ણ લોકડાઉન લાગુ થઈ રહ્યું છે. તેમાં બિલકુલ કરફ્યુની માફક જ નિયમોનું કડકાઈથી પાલન થશે.

આજથી બેંગલુરૂ, પુણેમાં પણ લોકડાઉન

આજ રાતથી બેંગલુરૂ સહિત સમગ્ર દક્ષિણ કર્ણાટકમાં એક અઠવાડિયાનું લોકડાઉન લાગુ કરવામાં આવશે. મહારાષ્ટ્રના પુણે અને પિંપરી ચિંચવાડમાં આજ રાતથી 10 દિવસનું લોકડાઉન લાગુ થઈ રહ્યું છે. પુણેમાં 14 જુલાઈથી 23 જુલાઈ સુધી લોકડાઉન લાગુ રહેશે. જમ્મુ કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં ફરીથી લોકડાઉન લાગુ કરી દેવાયું છે.

વારાણસીમાં સાંજે પાંચ કલાકથી લોકડાઉન

આ તરફ ઉત્તર પ્રદેશમાં દર શનિવાર અને રવિવારે લોકડાઉન લાગુ રહેશે. વારાણસીમાં પાંચ દિવસ (સોમથી શુક્ર) અડધા દિવસનું લોકડાઉન લાગુ કરી દેવાયું છે. તમામ પ્રતિબંધો સાંજે ચાર વાગ્યા બાદ લાગુ ગણાશે. મોટા ભાગના વિસ્તારો કોરોનાના કારણે ચિંતાગ્રસ્ત છે અને શહેરોમાં ફરીથી સન્નાટો વ્યાપી રહ્યો છે. ફરીથી લોકડાઉનનો સમય પાછો આવી રહ્યો છે પરંતુ લોકોનો સાચો બચાવ તેઓ સાવધાની રાખશે, માસ્કનો ઉપયોગ કરશે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરશે તો જ થઈ શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *