મોટા સમાચાર: ગુજરાતમાં આ તારીખથી હટી શકે છે રાત્રિ કર્ફ્યૂ- પરંતુ કોરોના હજુ ગયો નથી એટલે સાવચેતી જરૂરી

ગુજરાત(Gujarat): રાજ્યમાં કોરોના(Corona) સંક્રમણમાં ઉત્તરોત્તર ઘટાડો નોંધાઈરહ્યો છે અને જનજીવન ધીમે-ધીમે રાબેતા મુજબ શરુ થઇ ગયું છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ(Night curfew)…

ગુજરાત(Gujarat): રાજ્યમાં કોરોના(Corona) સંક્રમણમાં ઉત્તરોત્તર ઘટાડો નોંધાઈરહ્યો છે અને જનજીવન ધીમે-ધીમે રાબેતા મુજબ શરુ થઇ ગયું છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ(Night curfew) હટાવવા અને કોરોના નિયંત્રણો(Corona rules) હળવા કરવા માટે મહત્વની વિચારણા કરી શકે છે.

રાજ્ય સરકાર હટાવી શકે છે રાત્રી કર્ફ્યું:
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, રાજ્યના મોટા શહેરોમાં આગામી 1 ડિસેમ્બરથી રાત્રિ કર્ફ્યૂ હટાવવામાં આવી શકે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે, તો આ સાથે રાજ્યમાં  લગ્નની સિઝન ધીમે-ધીમે જામી રહી છે ત્યારે લગ્ન અને સામાજિક પ્રસંગોને લગતા નિયમોમાં પણ સરકાર દ્વારા છૂટછાટ મળી શકે છે. જો કે, વેક્સિનના 2 ડોઝ ન લેનાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી શકે છે.

1 હજારથી વધુ લોકોને એકઠા થવા માટે સરકાર આપી શકે છે મંજુરી:
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, 1 હજાર જેટલા લોકો ભેગા થવાની રાજ્ય સરકાર દ્વારા છૂટ આપવામાં આવી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાની ત્રીજી લહેરની સંભાવના નહીવત હોવાથી સરકાર ધીમે ધીમે નિયંત્રણો હટાવી શકે છે.

કોરોના હજુ છે, ગયો નથી:
તમને જણાવી દઈએ કે, કોરોના હજુ ગયો નથી. તેથી તમામ લોકોએ સરકાર દ્વારા જારી કરવામાં આવેલ ગાઈડલાઈન્સને અનુસરવી જોઈએ. જેથી આવનારો સમય આપણા સૌ માટે કપરો સાબિત ન થાય. માસ્ક અને સામાજિક અંતરનું ચોક્કસ પણે પાલન કરવું એ આપણા સૌ નાગરિકની જવાબદારી છે. જો થોડી પણ બેદરકારી દાખવવામાં આવશે તો કોરોનાઓ રાફડો ફાટી શકે છે અને ફરી વિકટ પરિસ્થિતિનું નિર્માણ થઇ શકે છે. એટલા માટે કોરોનાના નિયમોનું પાલન કરવામાં આવે અને સાવચેત રહેવામાં આવે તેમાં જ ભલાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *