ચીન કોરોનાને ખત્મ કરી શકતું હતું, પણ ચીને દુનિયાના લાખો લોકોને મરવા દીધા- થયો ચોંકાવનારો ખુલાસો

કોરોના ફાટી નીકળવાના શરૂઆતના દિવસોમાં ચીન દ્વારા વસ્તુઓ છુપાવવામાં આવી ન ન હોત તો કોરોના વાયરસનો રોગચાળો ટાળી શકાયો હોત. અમેરિકન સંસદની વિદેશી બાબતોની સમિતિના…

કોરોના ફાટી નીકળવાના શરૂઆતના દિવસોમાં ચીન દ્વારા વસ્તુઓ છુપાવવામાં આવી ન ન હોત તો કોરોના વાયરસનો રોગચાળો ટાળી શકાયો હોત. અમેરિકન સંસદની વિદેશી બાબતોની સમિતિના અહેવાલમાં આ દાવો કરવામાં આવ્યો છે. અહેવાલમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને પણ જવાબદાર ઠેરવવામાં આવી છે.

ન્યૂયોર્ક પોસ્ટમાં પ્રકાશિત અહેવાલ મુજબ US સંસદની સમિતિએ કુલ 96 પાનાનો અહેવાલ તૈયાર કર્યો છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ચીનમાં સત્તા પર રહેલ કમ્યુનિસ્ટ પાર્ટીએ વાયરસથી સંબંધિત પુરાવા અને ડેટા ભૂંસી નાખ્યાં હતાં. એટલું જ નહીં ચીને તેના દેશની સપ્લાય ચેન વધુ સારી રાખવા માટે અમેરિકન કંપનીઓના નિકાસને પણ મર્યાદિત કરી દીધી હતી.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ચિની કમ્યુનિસ્ટ પાર્ટીએ આરોગ્યની સાથે સંબંધિત માહિતીને સક્રિય રીતે છુપાવી હતી. વિશ્વને ચેતવણી આપવાનો પ્રયાસ કરનાર ડોકટરો અને પત્રકારોના અવાજોને દબાવવામાં આવ્યા હતા. તે જ સમયે રિપોર્ટમાં ચીન સાથે જોડાણ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. તેથી, WHO નાં ચીફનાં રાજીનામાની માંગ કરવામાં આવી છે.

લોકશાહી ધારાશાસ્ત્રીઓ US સંસદની વિદેશ બાબતોની સમિતિનું નિયંત્રણ કરે છે પરંતુ આ અહેવાલ રિપબ્લિકન ધારાસભ્યો દ્વારા લખવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જો ચીન વધુ પારદર્શક અને સક્રિય હોત તો વર્ષ 2019ના અંતમાં કોરોના શરૂ થયા પછી જ ચેપ રોકી શકાય એમ હતું.

આનાથી લાખો લોકોનાં જીવ બચી જાત. સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના કુલ કેસ 3.15 કરોડને વટાવી ગયા છે. કોરોનાથી અત્યાર સુધીમાં કુલ 9.7 લાખ લોકોનાં મોત પણ થયા છે. યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારતમાં કોરોનાના સૌથી વધારે કેસ સામે આવી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *