ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરે પત્ની અને પુત્રીની ગેરહાજરીમાં ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું

Published on: 2:52 pm, Mon, 6 December 21

ગુજરાત(Gujarat): રાજપીપળા(Rajpipla) નગરપાલિકાના ભાજપના કોર્પોરેટરે(BJP corporator) અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પાલિકા સભ્યની પત્નીની ફરિયાદને આધારે રાજપીપળા પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રાજપીપળા પાલિકા વોર્ડ 6ના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર નામદેવ દવેએ રાજપીપળા પોતાના જ ઘરમાં કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી હતી. મળતી માહિતી અનુસાર એમણે જ્યારે મોતને વ્હાલું કર્યું ત્યારે એમની પત્ની અને પુત્રી રાજપીપળામાં હાજર ન હતા.

ભાજપ પાલિકા સભ્યના આપઘાતની ઘટનાને પગલે નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઘનશ્યામ પટેલ, રાજપીપળા પાલિકા પ્રમુખ ફૂલદીપ સિંહ ગોહિલ, રાજપીપળા શહેર ભાજપ પ્રમુખ રમણસિંહ રાઠોડ, કમલેશ પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આસપાસના લોકો દ્વારા નામદેવ દવેને લોકોએ તુરંત રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જો કે હાજર ડોકટરે તેમણે મૃત ઘોષિત કર્યા હતા.

રાજપીપળા સીવીલ હોસ્પિટલ ખાતે નામદેવ દવેના મૃતદેહને પોસ્ટ મોર્ટમની કાર્યવાહી હાથ ધરાયા પછી પરિવારજનોને સોંપણી કરવામાં આવી હતી. નામદેવ દવેની પત્નીની ફરિયાદને આધારે પોલીસે ફરિયાદ દાખલ કરી છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

SHARE
Koo bird - Trishul News Gujarati bjp corporator, gujarat, આત્મહત્યા, ગુજરાત