રાણપુરમાં આજથી માત્ર પાંચ માસ પહેલા બનાવાયેલા રોડ તૂટી ગયા.શું આ ભ્રષ્ટાચાર છે??

Published on Trishul News at 10:45 AM, Tue, 6 August 2019

Last modified on August 6th, 2019 at 10:45 AM

આજથી ૭૧ વર્ષ પહેલા રાણપુર ખાતે બનાવાયેલા રોડ હજુ સુધી અડીખમ છે જયારે આજથી ફકત પાંચ માસ પહેલા બનાવાયેલા રોડ તૂટી જતા ગ્રામજનોમાં સત્તાધીશો પ્રત્યે પ્રબળ કચવાટ વ્યાપેકલ છે. ગત તા. ૯.૬.૨૦૧૯ ના રોજ મામલતદાર કચેરીથી રાણપુર પોલીસ મથક સુધી રોડ બનાવવા માટે કામ શરુ કરવામાં આવેલ જે ધંધુકાના ધારાસભ્ય દ્વારા ઉદઘાટન કરાયેલ.ત્યારથી આજની તારીખે તે યથાવત છે.

આર.સી. રોડ નિયમ મુજબની ઉંડાઈ સુધીનું ખોદકામ કરી બનાવાયો હોય તેમ લાગતુ નથી. કારણ કે, ૧ ફૂટના ખોદકામ બાદ મોટા કપચા અને તાસડો નાખીને કામ લગભગ ૩૦ ફૂટ જેટલુ થઈ લગભગ બે માસ થવા આવશે. બાદ અટકી પડયુ છે. મામલતદાર કચેરીએ તમામ કામ માટે આવતા રાણપુર તથા આસપાસના ૩૪ ગામોના લોકો, દસ્તાવેજ, આધારકાર્ડમાં સુધારા,વધારા અને ઉમેરા સંબંધિત કામગીરી કરવા આવતા લોકો તથા સ્થાનિક રહિશોને પારાવાર હાલાકી ભોગવવી પડી રહી છે.

જયાંથી ખુદ રાણપુરના મામલતદાર અને એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટીવને જવા આવવાની તકલીફ પડતી હોય તો પણ બે બે મહિનાથી કામ થતુ નથી.ત્યારે રાણપુરના અન્ય વિસ્તારની તો કેવી દુર્દશા હશે ? રાણપુરમાં અમૂક એરીયામાં તો આઝાદી પછી રોડ બન્યા જ નથી. અને મીનારા મસ્જીદ બાજુ આઝાદીના ૭૧ વર્ષ પહેલા બનેલા રોડ અડીખમ છે. જયારે ૫ માસ પહેલા બનાવેલા રોડ તૂટી ગયા છે. આ ભ્રષ્ટાચારી સત્તધીશોના પાપે સમસ્યાઓથી ત્રાસી ગયેલા ગ્રામજનો હવે હિજરત ન કરે તો નવાઈ નહિ.

Be the first to comment on "રાણપુરમાં આજથી માત્ર પાંચ માસ પહેલા બનાવાયેલા રોડ તૂટી ગયા.શું આ ભ્રષ્ટાચાર છે??"

Leave a comment

Your email address will not be published.


*