આંધળો પ્રેમ: એકબીજાના શરીરમાં લોહી જવાથી પ્રેમ વધશે એવું માની ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ એકબીજાનું લોહી પીવે છે

એડવર્ટાઈઝમેન્ટ અથવા તો ફિલ્મો કે ટીવી સિરીયલોમાં એવું જોયું હશે કે પિશાચો ખૂન પીતા હોય છે. એ પ્રકારની ટીવી સિરીયલો પણ હિન્દીમાં ખૂબ ચાલી. પણ…

એડવર્ટાઈઝમેન્ટ અથવા તો ફિલ્મો કે ટીવી સિરીયલોમાં એવું જોયું હશે કે પિશાચો ખૂન પીતા હોય છે. એ પ્રકારની ટીવી સિરીયલો પણ હિન્દીમાં ખૂબ ચાલી. પણ કોઈ દિવસ એવું જોયું છે કે માણસ એક બીજાનું ખૂન પિતો હોય. ઈટાલીના ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ એકબીજાનું ખૂન પીવે છે. જેનું કારણ પણ બિલ્કુલ અજીબ છે.

પાંચ વર્ષ પહેલા ડેનિસ નામના આ યુવકને સર્કસમાં આસિસ્ટન્ટની જરૂર હતી. જે માટે તેણે ફેસબુકમાં જાહેરાત આપી. આ કારણે ડેનિસની ઈલારિયા નામની યુવતી સાથે મુલાકાત થઈ. ત્યારથી આ બંન્ને એક સાથે રહી રહ્યા છે.

ડેનિસ અને ઈલારિયા એક બીજાનું ખૂન પીવાની શરૂઆત કરી દીધી. પહેલી વાર તેમણે જર્મનીમાં શો કર્યો ત્યારે પીશાચ પર આધારિત આ શોમાં એકબીજાનું ખૂન પીધું હતું. એ પછી સત્તત તે પોતાના જીવનમાં એવું જ કરવા લાગ્યા. હવે તો લોકોની નજરમાં આ બંન્ને જોમ્બીની માફક વસી ગયા છે.

લોહી પીતી વખતે ડેનિસ અને ઈલારિયા ઘણું ધ્યાન રાખતા હતા. ખાસ ગરમીની સિઝનમાં કારણ કે આ સમયે લોહી તરત જામી જાય છે. જેથી આ બંન્ને બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ સિરીંઝ અને સોઈનો ઉપયોગ કરતા હતા.

આ વિશે ડેનિસનું કહેવું છે કે આ પૌરાણિક જ્યુસ છે. બંન્નેનું કહેવું છે કે એકબીજાના શરીરમાં લોહી જવાથી પ્રેમ વધશે. આ સિવાય બંન્નેના સ્વભાવમાં પણ સમાનતા આવશે. આ જ કારણ છે કે બંન્ને એકબીજાનું લોહી પીવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *