અમદાવાદ અને સુરતની કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને ફરી સમન્સ, જાણો વિગતે

TrishulNews.comઅમારી  યુ ટ્યુબ  ચેનલ સબસ્ક્રાઈબ કરો 

આજે અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટ અને સુરતની મેજીસ્ટ્રેટ કોર્ટે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે ફરી સમન્સ ઇશ્યુ કર્યા છે. મે મહિનાની શરૃઆતમાં બન્ને કોર્ટોએ રાહુલ ગાંધીને લોકસભાના સ્પીકરના માધ્મયથી સમન્સ પાઠવ્યા હતા, પરંતુ લોકસભા ચૂંટણી પછી લોકસભા સ્પીકર કોણ બનશે તે નક્કી ન હોવાથી રાહુલને આ સમન્સ પહોંચ્યા નહોતા. તેથી બન્ને કોર્ટેએ રાહુલ ગાંધી સામે ફરી સમન્સ ઇશ્યુ કર્યા છે. અમદાવાદની કોર્ટે રાહુલને નવમી ઓગસ્ટના રોજ જ્યારે સુરતની કોર્ટે ૧૬મી જુલાઇના રોજ કોર્ટ સમક્ષ ઉપસ્થિત રહેલા સૂચન કર્યુ છે.

સુરત પશ્ચિમના ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ સુરતની મેજીસ્ટ્રેટ કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ નોંધાવી રજૂઆત કરી છે કે કર્ણાટકના કોલારમાં ૧૩મી એપ્રિલના રોજ ચૂંટણી રેલી દરમિાયન રાહુલ ગાંધીએ એવું નિવેદન આપ્યું હતું કે ‘નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદી…..આ તમામની અટક એક જેવી જ શા માટે છે? બધા ચોરની અટક મોદી શા માટે હોય છે?’. પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધીના આ નિવેદન સામે બદનક્ષીની ફરિયાદ નોંધાવી છે.

Loading...

જ્યારે અમદાવાદના ખાડિયા વિસ્તારના ભાજપના કોર્પોરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટે આ કેસની વિગત એવી છે કે ભાજપના કોર્પોરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટે માનહાનિની ફરિયાદ કરી છે કે મધ્યપ્રદેશના જબલપુરમાં યોજાયેલી ચૂંટણી સભામાં રાહુલ ગાંધીએ ભાજપના અધ્યક્ષ અમિત શાહને હત્યા આરોપી ગણાવતું નિવેદન આપ્યું હતું.

આ નિવેદન તથ્યથી વિપરિત છે અને તેના કારણે લોકોમાં ખોટો સંદેશો પહોંચ્યો છે. આ ઉપરાંત પક્ષની છબી પણ ખરડાઇ છે. બન્ને કેસમાં રાહુલ ગાંધીને સમન્સ ન પહોંચતા ફરી સમન્સ પાઠવવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો.