25 વર્ષના કોરોનાગ્રસ્ત દર્દીનું આતરડા ફાટવાથી થયું મૃત્યું

કોરોનાવાયરસ જીવલેણ બની રહ્યો છે. પ્રયાગરાજના એસઆરએન હોસ્પિટલમાં સંક્રમિત દર્દીના મૃત્યુનો વિચિત્ર મામલો સામે આવ્યો છે. અહીંયા એક યુવકનું મૃત્યુ આંતરડા ફાટવાને કારણે થયું હતું.…

કોરોનાવાયરસ જીવલેણ બની રહ્યો છે. પ્રયાગરાજના એસઆરએન હોસ્પિટલમાં સંક્રમિત દર્દીના મૃત્યુનો વિચિત્ર મામલો સામે આવ્યો છે. અહીંયા એક યુવકનું મૃત્યુ આંતરડા ફાટવાને કારણે થયું હતું. ડોક્ટરના જણાવ્યા અનુસાર તેના આંતરડામાં સંક્રમણ હતું, જેનાથી તે ફાટી ગયા. બહરીયામાં રહેતા ૨૫ વર્ષીય યુવકને કોરોના સંક્રમણને લીધે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેના આંતરડામાં સંક્રમણની પુષ્ટિ થઈ હતી જેનાથી તેના આંતરડાં ફાટી ગયા અને સેફ્ટીસિમિયાને કારણે તે યુવકનો જીવ ચાલ્યો ગયો.

ઉલ્લેખનીય છે કે પ્રયાગરાજમાં બુધવારના રોજ એક જ દિવસમાં રેકોર્ડ 293 સંદિગ્ધ દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કોરોના સંક્રમિત લોકોની વધતી સંખ્યા ચોંકાવનારી છે, પરંતુ રાહતની વાત એ પણ છે કે કોરોના સંક્રમણને હરાવીને મુક્ત થનારની સંખ્યા પણ વધી રહી છે.અલગ-અલગ હોસ્પિટલોમાંથી 65 લોકો ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 215 લોકોને ગૃહ આઇસોલેશનમાં રહેવાનું કહેવામાં આવ્યું છે. સીએમ મેજર ડોક્ટર બાજપેઈના જણાવ્યા અનુસાર ૨૦ ઓગસ્ટના રોજ 2327 સંભવિત સંક્રમિતોના નમૂનાની તપાસ કરવામાં આવી હતી.

તેમાંથી 2318 લોકો નો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જ્યારે 293 લોકો નો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. સંકાર્મીતોને તેના લક્ષણના આધારે હોસ્પિટલમાં દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં સમગ્ર દેશમાં ૭૦,૦૦૦ની નજીક કોરોનાના કેસ મળ્યા છે. તેમજ ઘણા લોકોના મૃત્યુ પણ થઈ રહ્યા છે.તેની સાથે-સાથે કોરોનાથી મુક્ત થનાર લોકોની સંખ્યા પણ વધી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *