કોરોનાની સ્થિતિ વણસતાં એક જ ચિતા પર 8 મૃતદેહના થયા અંતિમ સંસ્કાર

Published on: 4:00 pm, Wed, 7 April 21

મહારાષ્ટ્રમાં કોરોનાની પરિસ્થિતિ દિવસેને દિવસે અતિગંભીર થતી જઈ રહી છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં કોરોનાના નવા કેસો ખુબ ઝડપથી વધી રહ્યાં છે. એવી પરિસ્થિતિ આવી ગઈ છે કે, કેટલાક શહેરોમાં તો અનેક લોકોનાં એકસાથે અંતિમ સંસ્કાર કરવા પડે છે.

મહારાષ્ટ્રનાં બીડ જિલ્લામાં પણ કોરોનાની પરિસ્થિતિ ખુબ ભયાનક રહી છે. જિલ્લામાં આવેલ એક ગામમાં મંગળવારે 8 લોકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમાંથી એક મહિલા અને બાકીના 7 પુરુષોનો સમાવેશ થાય છે. તે બધાની ઉંમર 60 વર્ષથી વધુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાંક દિવસોમાં 500 જેટલા લોકો પોઝીટીવ આવ્યા છે. અહીં મોતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આની સાથે જ સમગ્ર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કુલ 741 ભોગ બન્યાં છે તેમજ કુલ 8 લોકોનાં મોત થયાં છે.

અહીં નોંધપાત્ર વાત તો એ છે કે, કોરોનાના સતત વધતા જતા કેસમાં, મહારાષ્ટ્રનાં હોટસ્પોટ જિલ્લામાં ICU તથા ઓક્સિજનની ખુબ અછત રહેલી છે. હોસ્પિટલમાં 7 ઓક્સિજન બેડ લગાવવાના રહેશે કે, જેથી દર્દીઓ પાછા ફરવાને બદલે ઓક્સિજન આપીને બચાવી શકાય.

મુંબઇના 92% ICU તેમજ 93% વેન્ટિલેટર ભરાઈ ગયા છે. જીવનરક્ષક દવા રેમેડિસવીર મેળવવાં માટે લાંબી કતાર દેખાવા લાગી છે. નાસિક જિલ્લામાં, રેમેડ્સવીર માટે ખુબ લાંબી લાઈન હતી. કેટલાક સ્થળોએ સ્ટોક ધરાશાયી થઈ જતાં લોકો ગુસ્સે જોવા મળ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.