કોર્ટમાં વાછરડા ની સાથે હાજર રહી ગાય, જજ નક્કી કરશે કે કોણ છે મૂળ માલિક…

Published on Trishul News at 11:40 AM, Fri, 12 April 2019

Last modified on April 12th, 2019 at 11:43 AM

જોધપુર રાજસ્થાન થી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. થોડા મહિના અગાઉ એક ગાયના માલિકીપણાને લઇને વિવાદ ચાલી રહ્યો છે, જે હવે એક રોચક આ વળાંક પર પહોંચ્યો છે. ગાયની માલિકીને લઇને શુક્રવારે ગાયને કોર્ટ પરિસરમાં લાવવામાં આવી. જ્યાં જસ્ટિસ દ્વારા નક્કી થશે કે ગાયનું અસલી માલિક કોણ છે. શું છે આ સમગ્ર વિવાદ તે આ અહેવાલમાં વધુ વાંચો…

તમને જણાવી દઈએ કે રાજસ્થાન પોલીસના એક કોન્સ્ટેબલ અને એક શિક્ષક વચ્ચે થયેલા વિવાદમાં પોલીસ દ્વારા ગાયને ગૌશાળા ને સોંપી દેવામાં આવી હતી. જ્યાં ગાયે  11 નવેમ્બર 2018 ના રોજ એક વાછરડાને જન્મ આપ્યો હતો બસ આ જ વિવાદ વધુ વકર્યો હતો. જેને લઇને શિક્ષક અને પોલીસ કોન્સ્ટેબલ દ્વારા ગાય પોતાની છે તેમ કહેવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે મંદોર ના ચૈનપુરા ની માસી શિક્ષક શ્યામ સિંહ પરિહાર અને પોલીસ કોન્સ્ટેબલ ઓમ પ્રકાશ વિશ્ર્નોઈ વચ્ચે એક ગાયની માલિકીને લઇને વિવાદ શરૂ થયો હતો.

શિક્ષક શ્યામ સિંહ પરિવારનું કહેવું છે કે ગાય પોતે જ પોતાનું દૂધ પી જતી હતી. જોકે વિવાદ શરૂ થયો તે સમયે ગાય દૂધ આપતી ન હતી. વિવાદ થવા બાદ પોલીસ દ્વારા ગાયને એક ગૌશાળા ને સોંપી દેવામાં આવી હતી. ત્યાં ગાયને ડિલિવરીના એક દિવસ પહેલાં જ દેખરેખ માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા. મંડોર પોલીસ દ્વારા 50 કલાકના રેકોર્ડિંગ ની સીડી તૈયાર કરવામાં આવી છે. જેમાં થી નક્કી થઈ શકે કે શિક્ષકની વાત સાચી છે કે પોલીસ કોન્સ્ટેબલની મંડોર સ્થિત પન્નાલાલ ગૌશાળામાં લાગેલા કેમેરાના ફૂટેજ હવે કોર્ટ પાસે આવી ગયા છે અને જજ હવે આગળનો નિર્ણય લેશે.

ગાય પર બન્ને પોતાનો દાવો કરી રહ્યા છે., કોન્સ્ટેબલ વિષ્ણુ નું કહેવું છે કે, ગાય ચાર વર્ષ પહેલા તેમની પાસે હતી. તેઓ તેમની સાથે તેમના ગામમાં આગળ આવ્યા હતા. આ ગાયની એક વાછરડી હજી પણ તેમની પાસે છે. કોન્સ્ટેબલ પોલીસ અને શિક્ષકને ગાયનો ડી.એન.એ ટેસ્ટ કરવા માટે પણ કહ્યું હતું। જો તેઓ ખોટું બોલી રહ્યા હોય અથવા ખોટા સાબિત થાય તો ડી.એન.એ ટેસ્ટ નો ખર્ચ પોતે ઉઠાવશે તેવી બાંહેધરી પણ આપી હતી.

બીજીતરફ શિક્ષક પરિવારનું કહેવું છે કે ગાય તેની છે અને ગાય ની ત્રણ વખત ડિલિવરી થઈ છે. ગાય સ્વયં પોતાનું દૂધ પી જાય છે અને આ વાત માત્ર તેના માલિકને જ ખબર હોય છે બીજાને નહીં. આ વિવાદ બાદ શિક્ષકે કોન્સ્ટેબલ વિરોધ મંડોર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી.

શિક્ષક પરિહાર એ મંડોર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ અનુસંધાને પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી નથી થઈ રહી તેવો આરોપ પણ લાગ્યો હતો. ઓમ પ્રકાશ પોતે પોલીસમાં હોવાથી પોલીસ સ્ટેશનના અધિકારીઓ કાર્યવાહી કરી રહ્યા નથી. સાથે સાથે આડોશપાડોશ ના રહેવાસીઓના પણ નિવેદન પોલીસ લઈ રહી નથી.

ખેર હવે જોવું રહ્યું કે જજ સાહેબ શું નિર્ણય આપે છે…

Be the first to comment on "કોર્ટમાં વાછરડા ની સાથે હાજર રહી ગાય, જજ નક્કી કરશે કે કોણ છે મૂળ માલિક…"

Leave a comment

Your email address will not be published.


*