ઇતિહાસમાં પ્રથમવાર બન્યો આવો પ્રસંગ- 450 કિમી પદયાત્રા કરી દ્વારકા જગતમંદિરના દ્વારે પહોચી ગૌમાતાઓ

Published on Trishul News at 5:16 PM, Thu, 24 November 2022

Last modified on November 24th, 2022 at 5:20 PM

હાલ એક ખુબ જ અનોખી ઘટના સામે આવી છે. જે જાણી તમારું મન પણ ખુશ થઈ જશે. જેમાં કચ્છ (Kutch)ના રહેવાસી અને દ્વારકાધીશના પરમ ભકત મહાદેવ દેસાઈની 25 જેટલી ગાયોને લમ્પી રોગ થતાં તેમણે માનતા માની કે ‘હે કાળિયા ઠાકર… મારી ગાયોને લમ્પી રોગમાંથી બચાવી લેજે, હું એમને પગપાળા લાવીને તારા દ્વારે દર્શન કરવા લઈ આવીશ. ત્યારબાદ માવજીભાઈની માનતા પૂરી થઈ હતી. અને તેમની 25 જેટલી લમ્પીગ્રસ્ત ગાયો બચી ગઈ. જેના કારણે તેઓ તેમની માનતા પૂરી કરવા માટે કચ્છથી 450 કિલોમીટર પદયાત્રા કરીને દ્વારકા(Dwarka) મંદિરે ગૌમાતાને દર્શન કરવા પહોંચ્યા હતા.

ગાયોને દર્શન આપવા મધરાત્રે જગતમંદિરનાં દ્વાર ખૂલ્યાં:
મહાદેવભાઈની માનતા પૂર્ણ થતા તેઓ તેમની 25 ગયો સાથે કચ્છથી 450 કિલોમીટરનું અંતર કાપી દ્વારકા આવી પહોંચ્યા હતા, પરંતુ ત્યારે સવાલ એ હતો કે તેમને દિવસે તો દર્શન કઈ રીતે કરાવવા, કેમ કે દિવસે તો દર્શાનાથીઓની ભીડ જામેલી હોય છે. તેવામાં આટલી બધી ગાયોને અંદર કઈ રીતે લઈ જવી? ત્યાર બાદ વહીવટી તંત્રએ સ્પેશિયલ ગાયોનાં દર્શન કરવા માટે રાત્રે દ્વાર ખોલવામાં આવ્યાં હતાં. અત્યાર સુધીના સમયગાળામાં દ્વારકા મંદિરમાં પહેલી વખત એવું બન્યું કે, ગાયો માટે મધરાત્રે મંદિરનાં દ્વાર ખોલવામાં આવ્યાં અને 450 કિમી પગપાળા કરીને આવેલી 25 ગાયે મંદિરની અંદર જઈ ભગવાન દ્વરકાધીશનાં દર્શન કર્યાં હતાં.

દ્વારકા આવેલી 25 ગાયે પરિક્રમા કરી:
મળતી માહિતી અનુસાર, આ 25 ગયો તેમજ 5 ગોવાળ સાથે માવજીભાઈએ 17 દિવસમાં 450 કિલોમિટરનું અંતર કાપીને 21મી નવેમ્બરના રોજ દ્વારકા મંદિરે પહોંચ્યા હતા. જે ગાયો પગદંડી પર કાચા રસ્તામાં ચાલતી હોય તે હાઈવે પર પાકા રસ્તામાં ચાલીને દ્વારકા મંદિરે પહોંચે એ એક ચમત્કાર જ કહી શકાય. જગતમંદિરે પહોંચી ગાયોએ કાળિયા ઠાકરનાં દર્શન કરી મંદિરની પરિક્રમા કરી હતી. ઈતિહાસમાં પહેલીવાર એવી ઘટના બની છે કે એકસાથે 25 ગાય આટલા કિલોમીટર ચાલીને મંદિરે દર્શન કર્યાં હોય.

આ દૃશ્ય જોઈ દ્વારકાનગરી ભાવવિભોર બની:
આ પ્રસંગે મંદિરના વહીવટદાર તંત્રએ અને સ્થાનિકો દ્વારા મહાદેવભાઈ તથા તેમની સાથે આવેલા ગૌસેવકોને પ્રસાદી આપીને ભગવાન દ્વારકાધીશના આશીર્વાદરૂપ ઉપેણા ઓઠણીથી સન્માનિત કર્યા હતા. તેમજ આ ઘટનાએ આખી દ્વારકાનગરીને ભાવવિભોર બનાવી દીધી છે. આખા દેશમાં સૌપ્રથમ વખત કચ્છના લખપતથી લમ્પી વાઇરસની શરૂઆત થઈ હતી અને પશુપાલકો ભયથી ફફડી ઊઠ્યા હતા. એ સમયમાં કચ્છના રાપર તાલુકાના મેડક બેટના રહેવાસી મહાદેવભાઇ દેસાઈ નામના એક માલધારીએ પોતાનાં પશુધનને આ ઘાતક વાઇરસથી બચાવી લેવા માટે દ્વારકાધીશની માનતા માની હતી.

દ્વારકાધીશનાં દર્શન કરી ધન્યતા અનુભવી:
લમ્પી વાયરસના આ ખતરનાક સમયગાળા દરમિયાન માવજીભાઈની 25 ગાયો માંથી કોઈને પણ લમ્પીની અસર થઈ નહોતી. આથી કાળિયા ઠાકરની મહેરબાનીથી જ આવું થયું હોવાનું સમજીને પોતાના ગૌ-ધન સાથે તેઓ પગપાળા દ્વારકા આવવા નીકળી પડ્યા હતા. પોતાના પાંચ ગૌસેવક અને 25 ગાયની સાથે દ્વારકા પહોંચેલા મહાદેવ દેસાઈએ જગતમંદિરની પરિક્રમા કરીને 25 ગૌમાતા સાથે મંદિરમાં પ્રવેશી દ્વારકાધીશનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ ઘટના જગતમંદિરના ઇતિહાસમાં પ્રથમ વખત ઘટી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "ઇતિહાસમાં પ્રથમવાર બન્યો આવો પ્રસંગ- 450 કિમી પદયાત્રા કરી દ્વારકા જગતમંદિરના દ્વારે પહોચી ગૌમાતાઓ"

Leave a comment

Your email address will not be published.


*