સી આર પાટીલ પર ચૂંટણીમાં 80 કરોડનું કૌભાંડ કર્યાનો આક્ષેપ: જુઓ વિડિયો

Published on: 10:14 am, Thu, 11 May 23

ગુજરાત(Gujarat): હાલમાં જ એક ગુજરાતના રાજકારણને હચમચાવી દે તેવો વિડીયો હાલ સોશિયલ મીડિયા (Social media) પર વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ (Gujarat BJP State President) સી આર પાટીલે (CR Patil) 80 કરોડ રૂપિયાનું કૌભાંડ (80 crore rupees scam) કર્યું હોવાનો મસમોટો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. હાલમાં તો આ વાયરલ વિડીયોએ (Viral video) રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે.

વાયરલ થઇ રહેલા વિડીયોમાં જીનેન્દ્ર શાહ નામના વ્યક્તિ કહી રહ્યા છે કે, કેવી રીતે ભાજપના નેતાઓ લોકોનો ઉપયોગ કરીને ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. હું ખુદ આ ભ્રષ્ટાચારનો શિકાર બન્યો છું. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાથે બે વર્ષથી જોડાયેલો છું. છેલ્લા 2 વર્ષથી હું તેની સાથે કામ કરી રહ્યો છું. મારું કામ પાર્ટીનું ફંડ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જવાનું છે. 2022 ચૂંટણી સમયે ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે મને કામ આપ્યું હતું.  જેટલું થઇ શકે તેટલું પાર્ટી ફંડ ભેગું કરો. આ ચૂંટણી ખુબ જ ગંભીર ચુંટણી છે એટલે આ વખતે પાર્ટીને ફંડથી સૌથી વધુ જરૂર છે.

વધુમાં ઉમેરતા કહે છે કે, CR પાટીલે કહ્યું હતું કે, તમે જેટલું પણ ફંડ એકઠું કરીને લાવશો તેમાંથી 10 ટકા કમીશન તમને મળશે. જેથી મે CR પાટીલને 80 કરોડ રૂપિયાનું ફંડ ભેગું કરીને દીધું. જેટલા પણ લોકો CR પાટીલ માટે કામ કરી રહ્યા છે, તે તમામ લોકોને ચુંટણી સમયે કામ આપવામાં આવ્યું હતું કે, હર એક વ્યક્તિને એક વોટીંગ બુથ સંભાળવા આપ્યું હતું કે વોટીંગ બુથ પર જઈને વોટ ભાજપને અપાવવાના છે. જેટલા પણ લોકો વોટ દેવા માટે આવે છે, તે લોકોએ અંદર જઈને ભાજપને જ વોટ આપવાનો છે અને જેવા તે વોટ દઈને બહાર આવે છે તો પ્રતિ વોટર 2 હજાર રૂપિયા આપવાના રહેશે.

વધુમાં જીનેન્દ્ર શાહ નામના વ્યક્તિ કહે છે કે, મને જે વોટીંગ બુથ સંભાળવા આપ્યું હતું તેમાં મેં ખુદે 60 લાખ રૂપિયા એટલે કે 30 હજાર લોકોને 2-2 હજાર રૂપિયા ચુંટણી સમયે દીધા હતા. 30 હજાર વોટ મેં ખુદ ભાજપને અપાવ્યા હતા. ચુંટણી પૂરી થઇ ગઈ, મેં મારું કામ કર્યું. પણ જયારે CR પાટીલનો વારો આવ્યો કે, તેણે આપેલ વાયદો પૂરો કરવાનો છે તો

ઉલ્લેખનીય છે કે, ભાજપ કાર્યકર જિનેન્દ્ર શાહ ભાજપ પ્રદેશ અધ્યક્ષ પર ગંભીર આરોપ લગાવતા કહે છે કે, સી આર પાટિલે ફંડ લઈ આવશે તેમને 10 ટકા કમિશન આપવાની વાત કરીને ફરી ગયા. ચૂંટણીમાં સી આર પાટીલ માટે 80 કરોડ ભેગા કર્યા હતા. સી આર પાટિલે તેનું 10% કમિશન ન આપ્યાનો આરોપ ભાજપ કાર્યકર દ્વારા લગાવવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.