ઉમેદવારના ખરીદ-વેચાણ મુદ્દે સીઆર પાટીલનો સૌથી મોટો ખુલાસો, એવી વાત કહી દીધી કે…

કરજણ બેઠક ઉપર પેટાચૂંટણીનો ધમધમાટ ચાલુ થયો છે. કરજણનાં કંડારી ખાતે BJP સંગઠનની બેઠકમાં C.R. પાટીલ પક્ષમાં ઉમેદવારોના ખરીદ વેચાણનાં મુદ્દે બોલ્યાં હતાં. અત્યારે પેટાચૂંટણીની…

કરજણ બેઠક ઉપર પેટાચૂંટણીનો ધમધમાટ ચાલુ થયો છે. કરજણનાં કંડારી ખાતે BJP સંગઠનની બેઠકમાં C.R. પાટીલ પક્ષમાં ઉમેદવારોના ખરીદ વેચાણનાં મુદ્દે બોલ્યાં હતાં.

અત્યારે પેટાચૂંટણીની કુલ 8 બેઠકો માટે ધમધમાટ પ્રચાર ચાલી રહ્યો છે. BJP બધી બેઠકો જીતવા માટે બહુ જ જોર લગાવી રહ્યું છે. ઘણા દિગ્ગજ નેતાઓને પ્રચાર માટે મેદાનમાં આવ્યા છે. તે સમયે પ્રદેશ BJP પ્રમુખ C.R. પાટીલ કરજણનાં કંડારી પહોંચ્યા છે. તેઓ દ્વારા કંડારીનાં BJP નાં હોદ્દેદારો તેમજ સંગઠનનાં નેતાઓ સાથે બેઠક કરશે તેમજ પેટાચૂંટણીને લઈને રણનીતિઓ તૈયાર કરશે. તે સમયે પ્રદેશ પ્રમુખે મહિલા મોરચાને અગત્યની સૂચના આપી છે કે, મહિલાઓ ઘર ઘર સુધી પહોંચે તેમજ પેટાચૂંટણીમાં પ્રચાર કરે.

મહિલા કાર્યકર્તાઓને પ્રદેશ પ્રમુખે  ખાસ સૂચના આપી… 
કંડારીનાં ગુરુકુળમાં C.R. પાટીલ દ્વારા બેઠક યોજવામાં આવી હતી. સ્થાનિક BJPનાં હોદ્દેદારો તેમજ સંગઠનનાં કાર્યકરો સાથે તેઓએ અહીંયા બેઠક કરી હતી. અને મધ્ય ગુજરાત રાજ્યનાં BJPનાં ધારાસભ્યો, સાંસદ તેમજ મંત્રીઓ આ બેઠકમાં હાજર હતા. તેઓ વિધાનસભાની પેટાચૂંટણીને અહીંયા બેક ટુ બેક બેઠક યોજવાનાં છે. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ ઉપસ્થિત છે. તે સમયે પ્રદેશ BJP પ્રમુખ C.R. પાટીલે મહિલા મોરચાને અગત્યની સૂચના આપી કે, આઠ વિધાનસભા પેટાચૂંટણીમાં મહિલા મોરચાની બહેનો ઘર ઘર પહોંચે. એક પણ ઘર સંપર્ક વગરનું ન રહે. બધા ઘરનાં સંપર્ક નંબરની યાદી તૈયાર કરવા મહિલાઓને સૂચના આપવામાં આવી છે. તેઓ કહ્યું છે કે, માસ્ક પહેરીને બહેનો પેટાચૂંટણીનાં પ્રચાર માટે તૈયાર થાય.

સંગઠન તેમજ સરકાર વચ્ચે કોઈ મતભેદ નથી – C.R. પાટીલ 
કરજણ બેઠક ઉપર પેટાચૂંટણીનો ધમધમાટ ચાલુ થયો છે. કરજણના કંડારી ખાતે BJP સંગઠનની બેઠકમાં C.R. પાટીલ પક્ષમાં ઉમેદવારોના ખરીદ વેચાણની બાબતે બોલ્યાં હતા. તેઓ કહ્યું છે કે, BJPમાં કોઇ પણ ખરીદ વેચાણ થતું નથી. પરેશ ધાનાણીને ટ્વીટ કરવા વિના બીજો કોઇ ધંધો નથી. કોંગ્રેસમાંથી હાલ BJPમાં કોઇને લેવાય નહિ. સંગઠન તેમજ સરકાર વચ્ચે કોઇ પણ મતભેદ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *