સી આર પાટીલની વેબસાઈટ હેક: પ્રધાનમંત્રી મોદી અને ભારતીય આર્મીના હીરોની ઉડાવાઈ મજાક- જુઓ અહી

કોરોના મહામારી વચ્ચે પણ સાયબર ક્રાઈમના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે ગુજરાત ભાજપ પ્રમુખની વેબસાઈટ હેક થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. ગુજરાત ભાજપ પ્રમુખ…

કોરોના મહામારી વચ્ચે પણ સાયબર ક્રાઈમના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે ગુજરાત ભાજપ પ્રમુખની વેબસાઈટ હેક થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની વેબસાઈટ હેક થતાં રાજનીતિ ગલિયારોમાં ચકચાર મચી જવા પામી હતી. પાટીલની વેબસાઈટ હેક થતાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. સાયબર ક્રાઈમે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

એક વાર ફરીથી પાકિસ્તાની  હેકર્સે ત્રાહિમામ વર્તાવ્યો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ C R પાટીલની વેબસાઈટ હેક કરીને વાંધાજનક ફોટા અને લખાણ મુક્યુ છે. પાકિસ્તાન હેકર્સે સી આર પાટીલની વેબસાઇટ હેક કરી કાળા ધબ્બ ડેસ્ક પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વાંધાજનક ફોટા મૂક્યા છે અને લખાણ પણ લખ્યુ છે.

આ પાકિસ્તાની હેકર દ્વાતા વિવિધ કીવર્ડ સાથે આ વેબ્સાઈટમાં ડેટા અપલોડ કર્યા છે. જેમાં કીવર્ડ લખાયા છે કે, “Pakistani Hackers, Indian Website Hacked 2021, BJP Gujarat President Website Hacked, Chandrakant Raghunath Patil Hacked, Cyber Attack on India 2021,BJP Website Hacked,Narendra Modi Website Hacked,Hacked By Pakistani Hackers,वेबसाइट हैक,पाकिस्तानी हैकर्स,साइबर हमला,સાયબર એટેક,વેબસાઇટ હેક,પાકિસ્તાની હેકર્સ,ભાજપ હેક,Free Kashmir”.

વેબસાઇ’ ખોલતા જ હેકિંગનો મેસેજ આવે છે. બ્લુચિસ્તાન મામલે હેકર્સે લખાણ લખ્યુ છે કે, લડશો તો પણ કંઈ મળશે નહીં. કાળી આંખ મળશે. અને PM મોદીનો ફોટો પણ મોફ કરેલ ફોટો મુક્યો છે એટલું જ નહીં પણ વાયુસેના અધિકારી અંભિનંદનનો ફોટો મુકી પાકિસ્તાન ઝીંદાબાદની કોમેન્ટ કરી છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે ગુજરાત ભાજપ પ્રમુખની વેબસાઈટ હેક થઈ છે. વેબસાઈટ પર લખાયેલા લખાણ મુજબ હેક કરનાર મુહમ્મદ બીલાલ છે.વેબસાઈટ હેક કરીને લખાયું છે કે, મોદીજી તો બલોચિસ્તાન તને મળી ગયું? પોતાના દેશની હાલત જુઓ અને પોતાના કુતરાઓ ને સમજાવો કે લડવાથી કે દુશ્મની કરવાથી કોઈ ફાયદો નથી. પંગે લોગે તો ડંડા મિલેગા એવું પણ લખાયું છે. નીચે વિંગ કમાન્ડર અભિનંદન નો ફોટો પણ મુકવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, 2017ની ચુંટણી દરમ્યાન પણ ગુજરાત સરકારની વેબસાઈટ પાકિસ્તાનીઓ દ્વારા હેક કરવામાં આવી હતી. આ ઉપરાંત, લગભગ એક વર્ષ પહેલા ભાજપના પ્રમુખ સી.આર.પાટીલનું ઈન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટ કોઇક અજાણ્યા વ્યક્તિએ હેક કર્યુ હતું. જેથી સાંસદ પાટીલે પોલીસ કમિશનરને અરજી આપી હતી. ત્યારબાદ સાયબર ક્રાઇમને તપાસ સોંપવામાં આવી હતી. એકાઉન્ટ હેક થયાના બે દિવસ પહેલા કોઇકે સી.આર.પાટીલનું ઈન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટ હેક કરી તેમાં ચેટિંગ કરતો હતો.

ચેંટિગમાં ભેજાબાજએ બિભત્સ વાતો કરી હોવાની વાત પણ સામે આવી હતી. સાથે વિડીયો કોલીંગ પણ કર્યા હતા. અજાણ્યા હેકર્સે સી.આર.પાટીલનું એકાઉન્ટ હેક કરી તેમાં લોઇસ્સામોરે નામથી ચેટિંગ કર્યુ હતું. આ ચેટિંગમાં પોતાનું નામ કિરતેશમી નામથી એકાઉન્ટ હોવાની આશંકા હતી. એકાઉન્ટ હેક થતા સી.આર.પાટીલે તાત્કાલિક પોલીસ કમિશનરને અરજી આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *