અમદાવાદમાં વધુ એક ‘ગ્રીષ્મા’ નું પાગલ પ્રેમીએ ચીરી નાખ્યું ગળું – કારણ માત્ર એટલું હતું કે… સમગ્ર ઘટના વાંચી ફફડી ઉઠશો

One more Grishma Hatyakand in Ahmedabad: અમદાવાદ (Ahmedabad) માં આવેલા સરદારનગર (Sardarnagar)વિસ્તારમાં ગુરુવારે સવારે ત્યારે સનસનાટી ફેલાઈ ગઈ જ્યારે એક પાગલ પ્રેમીએ એકતરફી પ્રેમમાં યુવતીના…

One more Grishma Hatyakand in Ahmedabad: અમદાવાદ (Ahmedabad) માં આવેલા સરદારનગર (Sardarnagar)વિસ્તારમાં ગુરુવારે સવારે ત્યારે સનસનાટી ફેલાઈ ગઈ જ્યારે એક પાગલ પ્રેમીએ એકતરફી પ્રેમમાં યુવતીના ગળા અને હાથની નસ કાપી નાખી હોવાની ઘટના પ્રકાસમાં આવી છે. નસ કાપ્યા બાદ યુવતીને ખુબજ લોહી નીકળ્યું હતું અને તેને લોહી નીકળતી હાલતમાં અમદાવાદ (Ahmedabad) ની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી છે, જ્યાં તેની હાલત નાજુક છે. ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ પોલીને થતા ઘટનાની ગંભીરતા સમજીને પોલીસ તરતજ કાફલા સાથે ઘટના સ્થળે આવી પહોંચી હતી અને પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી.

મળેલી માહિતી અનુસાર આ સમગ્ર ઘટના ગુજરાત રાજ્યમાં આવેલા અમદાવાદના પૂર્વ વિસ્તારની છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આરોપી પરિણીત પ્રેમિકાના પિતાના ઘરે પહોંચ્યો અને લગ્નની વાત કરવા લાગ્યો હતો, ત્યારે યુવતીએ આરોપીને કહ્યું કે તે પહેલેસથી જ પરિણીત છે અને તેણે છૂટાછેડા લીધા નથી, તો તે લગ્ન કેવી રીતે કરી શકે? તેથી તે લગ્ન નહી કરે.

લગ્નની ના પાડતા આરોપી ખુબજ ગુસ્સે થઈ ગયો હતો અને પ્રેમિકા પર છરી વડે હુમલો કરી દીધો હતો. આરોપીએ યુવતીના ગળાની અને હાથની નસ કાપી નાખી હતી. ત્યારબાદ યુવતીના પરિવારજનોએ તેને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી હતી, હાલ યુવતીની સારવાર ચાલી રહી છે. પોલીસ પણ તેની ટીમ સાથે તરતજ ઘટના સ્થળે આવી પહોચી હતી અને આરોપીની ધરપકડ કરી લીધી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર યુવતીના લગ્ન રાજસ્થાનમાં થયા હતા, યુવતીનો પતી રાજસ્થાનમાં જ રહે છે. જણાવવામાં આવ્યું છે કે, સંતાન પ્રાપ્તિ બાદ તેણી તેના પતિ સાથે ઝઘડા કરવા લાગી હતી અને તેથી બને અલગ રહેવા લાગ્યા હતા. બાળકી યુવતીની સાથે તેના મામાના ઘરે જ રહે છે. તેની બાળકીને શાળાએ લેવા મુકવા માટે નવીન કોસ્ટ નામનો ઓટો ડ્રાઈવર આવતો હતો.

ત્યારે બંનેની આખો મળતા બંનેએ નંબર એક્સચેન્જ કરતા હતા અને વાતચીત શરૂ થઈ હતી. નવીન યુવતી પર લગ્ન કરવા માટે દબાણ કરતો હતો. એક વાર નવીન લગ્નની વાત કરવા માટે યુવતીના પિતા પાસે પણ આવી પહોચ્યો હતો. જ્યારે પિતાએ ના પાડી તો તેણે યુવતી પર હુમલો કરી દીધો હતો. હાલ પોલીસે આરોપી નવીન કોસ્ટીની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાધ ધરી છે ત્યારે બીજી તરફ યુવતીની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *