ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

આઇપીએલ 2020 ક્યા અને ક્યારે ચાલુ થશે- જાણો અહીં

એશિયા કપ અને ટી 20 વર્લ્ડ કપ 2020 રદ થયા પછી, આઈપીએલ 2020 નું આયોજન કરવાની રીત પહેલાથી જ સાફ થઈ ગઈ હતી, પરંતુ ચાહકોના મનમાં એક સવાલ હતો કે આ ટૂર્નામેન્ટ ભારતમાં કે વિદેશમાં યોજાશે. હવે આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષ બ્રિજેશ પટેલે આઈપીએલના સ્થળ પરથી પડદો ઉતાર્યો છે. બ્રિજેશ પટેલે એક મુલાકાતમાં સ્પષ્ટ કર્યું છે કે વર્ષ 2020 નો આઈપીએલ યુએઈમાં યોજાશે. બ્રિજેશ પટેલે એમ પણ કહ્યું હતું કે આઈપીએલની તારીખો નક્કી થવાની બાકી છે.

આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની ટૂંક સમયમાં બેઠક થશે

સ્પોર્ટ્સ સ્ટાર સાથેની ખાસ વાતચીતમાં બ્રિજેશ પટેલે કહ્યું કે આઈપીએલ 2020 યુએઈમાં યોજાશે પરંતુ ટૂર્નામેન્ટની તારીખો હજી નક્કી થઈ નથી. બ્રિજેશ પટેલે માહિતી આપી હતી કે આવતા અઠવાડિયે આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની એક વીડિયો મીટીંગ યોજાશે, જેમાં ટૂર્નામેન્ટ અંગેની તારીખો અને ઓપરેટિંગ પ્રક્રિયા નક્કી કરવામાં આવશે.

સરકારની મંજૂરી બાદ આઈપીએલનું શેડ્યૂલ બહાર પાડવામાં આવશે

બ્રિજેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ભારત સરકારની મંજૂરી મળતાં જ આઈપીએલ 2020 નું શેડ્યૂલ તૈયાર થઈ જશે. એવું માનવામાં આવતું હતું કે આઈપીએલની આ ઇવેન્ટ 28 સપ્ટેમ્બરથી 8 નવેમ્બર સુધી ચાલશે, જોકે બ્રિજેશ પટેલે તેને એકદમ નકારી દીધી હતી. તેમણે કહ્યું કે ગવર્નિંગ કાઉન્સિલની બેઠક બાદ જ શેડ્યૂલની જાહેરાત કરવામાં આવશે. બ્રિજેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે યુએઈએ અમને આઈપીએલનું આયોજન કરવાની ઓફર કરી હતી અને હવે તેઓ તેને ત્યાં આયોજન કરવા અંગે માહિતી આપશે. પરંતુ તે પહેલાં તેમને આઈપીએલની તારીખો અને સંપૂર્ણ સમયપત્રક આપવું જરૂરી બનશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: