હાર્દિક પંડ્યા છેલ્લા દોઢ મહિનાથી તેની પત્ની સાથે કરી રહ્યો છે આ કામ- હાર્દિકે આ વાત કહી બધાને ચોંકાવી દીધા

Published on: 1:55 pm, Fri, 26 June 20

બરોડા ક્રિકેટ એસોસિએશનએ આજે અંડર-19ની ટીમ સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટર બંધુ હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડયાનો વાર્તાલાપ યોજવામાં આવ્યો હતો. જેમાં મોડેલ કમ એક્ટ્રેસ નતાશા સ્ટેન્કોવીકની સાથે લગ્ન કરનાર હાર્કિક પંડયાએ જુનિયર ક્રિકેટરોને જણાવતા કહ્યું કે તેઓ રોજ તેમની પત્નીના પગ દબાવે છે.

હાર્દિકે યુવા ક્રિકેટરોને મોટીવેશન આપતા જણાવતા કહ્યું કે ‘તમે જે કામ કરો છો એ દિલથી કરો એટલે પછી એ કામને કારણે તમને ગિલ્ટી ફીલ નહી થાય. હું દોઢ મહિનાથી રોજ રાત્રે મારી પત્નીના પગ દબાવુ છું, એક રાત્રે મારે બહાર જવાનું થયું. એટલે ઉતાવળમાં મે કંટાળા સાથે તેના પગ દબાવ્યા પછી મને એ બાબતે ગિલ્ટી ફીલ થઇ હતી.’

હાર્દિકે આગળ જણાવતા કહ્યું કે, તમારી સાથે મેદાન પરના ખેલાડીઓ હોય કે પછી મેદાન બહારના લોકો દરેક લોકોને સન્માન આપો. તમારી પ્રગતિમાં અવરોધ બનતા લોકોને પણ તમે સન્માન આપો કેમ કે અવરોધ બનતા લોકો જ તમને તમારી ભુલ બતાવીને તમને સુધારે છે.’તો આગળ કૃણાલ પંડયાએ જણાવતા કહ્યું કે,’ક્રિકેટ એ એક  રમત છે જે માત્ર 10 જ ટકા શારીરિક છે જ્યારે 80 ટકા મગજની રમત છે.

તમે સારા ખેલાડીની સાથે-સાથે સારા માણસ બનશો તો તમારી પ્રગતિને કોઇ રોકી નહી શકે.’આજના આ કાર્યક્રમ બાબતે BCA ના મીડિયા કમિટીના ચેરમેન સત્યજીતસિંહ ગાયકવાડે જણાવતા કહ્યું કે ‘BCA ની જુનિયર ટીમને વિશ્વ પ્રસિધ્ધ સફળ ક્રિકેટરોની સાથે સીધો જ વાર્તાલાપ કરવાનો મોકો મળે તે માટે આ પ્રકારના કાર્યક્રમની શરૃઆત કરવામાં આવી છે, અને આવા કાર્યક્રમો હવેથી નિયમિત થતાં રહેશે’.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.