ક્રાઈમ સીટી સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ ઘટવાને બદલે વધ્યો- ચાર દિવસમાં ચાર હત્યા

સુરત શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધતો જઈ રહ્યો છે. છેલ્લા થોડા દિવસોથી હત્યાના બનાવો સતત સામે આવી રહ્યા. ગુનેગારોમાં પોલીસનો કોઇ ભય રહ્યો નથી તેવું…

સુરત શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધતો જઈ રહ્યો છે. છેલ્લા થોડા દિવસોથી હત્યાના બનાવો સતત સામે આવી રહ્યા. ગુનેગારોમાં પોલીસનો કોઇ ભય રહ્યો નથી તેવું લાગી રહ્યું છે. એવી જ એક ઘટના સુરતના પાંડેસરા વિસ્તારમાં બની છે.

સુરત શહેરમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે. સુરતમાં મોડી રાત્રે પાંડેસરા વિસ્તારમાં રોડ પર ચપ્પુના ઘા ઝીંકીને એક યુવકની હત્યા કરવામાં આવી છે. એ હજુ સામે નથી આવ્યું કે કોણે તેની હત્યા કરી અને કયા કારણોસર હત્યા થઈ છે.

સુરત શહેરમાં ચાર દિવસમાં ચાર હત્યાના બનાવો બન્યા છે. તેવામાં પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે. આ જે હત્યાના તમામ બનાવો બન્યા છે તેમાં તમામ નજીવી બાબતોને કારણે હત્યા કરવામાં આવી છે. કોઈ હત્યા પ્રેમ પ્રકરણમાં થઈ છે તો કોઈક હત્યા પૈસાની લેવડદેવડ બાબતે થઈ છે. હાલમાં પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે કે શહેરમાં ચાર દિવસમાં ચાર હત્યાના બનાવો બન્યા છે.

જો દરરોજ આવી પરિસ્થતિ રહી તો સામાન્ય લોકોને ઘરની બહાર નીકળતા પણ સો વાર વિચારવું પડશે. સુરત આટલું સધ્ધર શહેર હોવા છતાં છેલ્લા કેટલાક દિવસથી ખૂની ખેલ ખેલાઈ રહ્યા છે, અને તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવી રહ્યા નથી, આવામાં લોકોમાં ડરનો માહોલ છે, છેલ્લા 24 કલાકમાં જ સુરતમાં ત્રણ ત્રણ હત્યા થઇ હતી, આ ઘટનાઓ દિવસેને દિવસે વાયુવેગે વધી રહી છે…હવે સવાલો તંત્ર ઉપર ઉભા થઇ રહ્યા છે કે આવી પરિસ્થિતિમાં યોગ્ય પગલા કેવી રીતે લેશે…?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *