માણસ તો ઠીક, હવે તો મગર પણ કિડનેપ થવા લાગ્યા- ખંડણીની એટલી રકમ માંગી કે…

ઘણીવાર તમે સાંભળ્યું જ હશે કે કોઈ વ્યક્તિનું અપહરણ થયું હોય તથા એની ખંડણી કરવાં માટે લાખો રૂપિયા માંગવામાં આવતા હોય છે. હાલમાં એક એવી…

ઘણીવાર તમે સાંભળ્યું જ હશે કે કોઈ વ્યક્તિનું અપહરણ થયું હોય તથા એની ખંડણી કરવાં માટે લાખો રૂપિયા માંગવામાં આવતા હોય છે. હાલમાં એક એવી ઘટના સામે આવી રહી છે કે, જેને જાણીને ખુબ જ નવાઈ લાગશે.તમે ક્યારેય એક મગરનું અપહરણ કરીને રૂપિયા માંગવાની વાત ક્યારેય સાંભળી છે?

ઉત્તરપ્રદેશમાં આવેલ લખમીપુર ખીરી જિલ્લામાં આવી એક ઘટના હકીકતમાં બની છે. આ ઘટના તથા એનો વીડિયો બંને સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જિલ્લામાં મીદીનીયા ગામમાં એક તળાવ આવેલ છે. આ તળાવમાં એક મગર આવી ચડ્યો હતો. ગામલોકોને આ વાતની જાણ થતાં જ હોબાળો મચી જવાં પામ્યો છે. ગામનાં લોકોએ આ વાતની માહિતી વન વિભાગ તથા પોલીસને કરવામાં આવી હતી.

(ડેમો પિક)

વનવિભાગ તથા પોલીસની ટીમ બંનેમાંથી કોઇપણ સમય પર પહોંચ્યા નહીં.ત્યારપછી ગામલોકોએ અંદાજે કુલ 3 કલાકની મહેનત પછી મગરને દોરડા વડે બાંધી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. વન વિભાગ તથા પોલિસ સમય પર ન આવતાં નારાજ થયેલ ગામનાં લોકોએ મગરને તળાવની અંદર જ આમ તેમ ખેંચીને ત્યારબાદ ગામના રોડ પર ફેરવ્યો હતો.

(ડેમો પિક)

ત્યારપછી જ્યારે વન વિભાગ તેમજ પોલીસની ટીમ ગામમાં આવી તો ગામનાં લોકોએ એમની પાસેથી કુલ 50,000 રુપિયાની માંગણી કરવામાં આવી છે.કલાકો સુધીની મહેનત પછી પણ ગામનાં લોકો માન્યા ણ હતાં. ત્યારપછી પોલીસે ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, જો એમણે મગરને છોડ્યો નહીં તો એમની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. ત્યારપછી ગામનાં લોકોએ રૂપિયાની માંગ છોડી દેવામાં આવી હતી.

ગામલોકોનું જણાવવું છે કે, એમણે જીવને જોખમમાં મૂકીને મગરને પકડી પાડ્યો છે, જેથી એમને વળતર મળવું જોઇએ. થોડી સમજાવટ પછી ગામલોકોએ મગરને વન વિભાગની ટીમને સોંપી દેવામાં આવ્યો છે. વન વિભાગની ટીમે મગરને નદીમાં છોડી મુકવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *