ગુજરાતમાં મેઘ કહેરે કેટલું નુકશાન કર્યું? સર્વેમાં સામે આવ્યો ચોકાવનારો આંકડો

ગુજરાત (Gujarat)માં થોડા સમય પહેલા મેઘ કહેર જોવા મળ્યો હતો. જેના કારણે ખેડૂતો (Farmers)ને ભારે નુકશાની ભોગવવી પડી રહી છે. આ ભારે વરસાદને કારણે કચ્છ…

ગુજરાત (Gujarat)માં થોડા સમય પહેલા મેઘ કહેર જોવા મળ્યો હતો. જેના કારણે ખેડૂતો (Farmers)ને ભારે નુકશાની ભોગવવી પડી રહી છે. આ ભારે વરસાદને કારણે કચ્છ સહિત રાજ્યના 9 જિલ્લામાં નુક્સાનીનો સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે. 9 જિલ્લાના 41 તાલુકાના 3070 ગામોમાં કુલ 207 ટીમો દ્વારા પાક નુકસાન સર્વેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જે પૈકી હાલના તબક્કે 2346 ગામોમાં સર્વે પૂરો કરાયો છે.

સૌથી વધુ નુકસાન છોટાઉદેપુરમાં:
સર્વેમાં જાણવા મળ્યું છે કે, ભારે વરસાદને કારણે રાજ્યના 9 જિલ્લાનાં 2.42 લાખ હેક્ટરમાં પાક ધોવાઈ ગયો છે. જ્યારે 61 હજાર હેક્ટરમાં 33 ટકા કરતાં વધુ નુકસાન થયું છે. જેમાં સૌથી વધુ નુકસાન છોટાઉદેપુર જિલ્લામાં થયું છે. છોટાઉદેપુર જિલ્લાના 880 ગામમાં 1.30 લાખ હેક્ટર વિસ્તારમાં અસર થઈ છે. જ્યારે અન્ય જિલ્લામાં પણ ભારે નુકસાન થયું છે. આ જિલ્લાઓમાં સહાય આપવા અંગે કૃષિ મંત્રીએ કેબિનેટમાં દરખાસ્ત મૂકી દીધી છે.

કયા જિલ્લામાં કેટલું નુકસાન:
હવે જીલ્લા પ્રમાણે વાત કરીએ તો, નર્મદાના 547 ગામોમાં 59430 હેક્ટર, છોટાઉદેપુરના  880 ગામોમાં 130555 હેક્ટર, નવસારીના 387 ગામોમાં 9457 હેક્ટર, પંચમહાલના 39 ગામોમાં 830 હેક્ટર, સુરતના 96 ગામોમાં 235.35 હેક્ટર, વલસાડના 283 ગામોમાં 6348 હેક્ટર, તાપીના 256 ગામોમાં 744 હેક્ટર વિસ્તારમાં, ડાંગના 310 ગામોમાં 20807 હેક્ટર વિસ્તારમાં જયારે કચ્છના 352 ગામોમાં 13979 હેક્ટર વિસ્તારમાં અસર જોવા મળી છે.

રાજ્યમાં સિઝનનો 23 ઈંચ વરસાદ નોંધાયો:
ત્યારબાદ હવે ઝોન પ્રમાણે વરસાદની વાત કરીએ તો, કચ્છમાં 21 ઈંચ સાથે 117 ટકા, ગુજરાતમાં 47 ઈંચ સાથે 81.92 ટકા વરસાદ, સૌરાષ્ટ્રમાં 17 ઈંચ સાથે 61.32 ટકા, મધ્ય ગુજરાતમાં 19 ઈંચ સાથે 60 ટકા, જયારે ઉત્તર ગુજરાતમાં 15 ઈંચ સાથે 55.77 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યની વાત કરીએ તો સરેરાશ 23 ઈંચ સાથે 69.22 ટકા વરસાદ નોંધાયો છે. નોંધનીય છે કે, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે.

35 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ:
35 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. 08 જળાશયો 80 ટકાથી 90 ટકા ભરાતા એલર્ટ પર તથા 14 જળાશયો 70 ટકાથી 80 ટકા ભરાતા સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *