UP Violence Live: ક્રૂરતાની તમામ હદ પાર કરીને જીપે ખેડૂતોને જીવતા કચડી નાખ્યા- વિડીયો જોઇને કાળજું કંપી ઉઠશે

ઉત્તરપ્રદેશ(Uttar Pradesh): હાલમાં ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરી(Lakhimpur Khiri)માં રવિવારે વિરોધ કરનારા ખેડૂતો(Farmers)નો એક નવો વીડિયો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાઇરલ(Viral on social media) થઈ…

ઉત્તરપ્રદેશ(Uttar Pradesh): હાલમાં ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરી(Lakhimpur Khiri)માં રવિવારે વિરોધ કરનારા ખેડૂતો(Farmers)નો એક નવો વીડિયો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાઇરલ(Viral on social media) થઈ રહેલા આ વીડિયો(Video)માં જોઈ શકાય છે કે, પૂરઝડપે આવી રહેલી એક જીપે ટક્કર માર્યા બાદ કેટલાક ખેડૂતો જમીન પર પટકાયા હતા તેમજ કેટલાક બચવા માટે આમ તેમ દોડતા હતા.

વીડિયોમાં જોઈ શકાય છે કે, ખેડૂતો હાથમાં ઝંડા લઈને આગળ વધી રહ્યા છે ત્યારે પાછળથી સાઈરન વગાડતી એક જીપ આવે છે અને ઘણા લોકોને કચડતાં-કચડતાં આગળ પસાર થઈ જાય છે. ફૂલ સ્પીડમાં આવી રહેલી જીપની ટક્કરથી ઘણા લોકો ઘાયલ થયા હતા. જીપની ટક્કર બાદ એક વૃદ્ધ વ્યક્તિ બોનેટ પર ઊછળીને પડી જાય છે અને પછી જમીન પર પટકાતો જોવા મળે છે. તમને જણાવી દઈએ કે, ઉત્તરપ્રદેશમાં ખેડૂતોને કચડી નાખવાની ઘટનામાં ચાર ખેડૂત સહિત આઠ લોકોનાં મોત નીપજ્યા હતાં.

આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, ખેડૂતોને કચડીને એક જીપ આગળ જઇ રહી છે. આ વીડિયો સામે આવ્યા બાદ વિપક્ષી નેતાઓ દ્વારા ભાજપ પર નિશાન સાધવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ સહિત ઘણા નેતાઓએ આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જોકે, પોલીસ દ્વારા હજુ આ વીડિયોની પુષ્ટિ કરવામાં આવી નથી.

ખેડૂતોનો દાવો છે કે, મંત્રીના કાફલાની એક ગાડીએ પ્રદર્શનકારીઓને ટક્કર માર્યા બાદ હિંસા ફાટી નીકળી હતી. ઘટનાસ્થળના દ્રશ્યોમાં અગ્નિદાહ અને વાહનોને સળગાવી દેવામાં આવ્યા હતા. તેઓ આરોપ લગાવે છે કે આ કાર કેન્દ્રીય મંત્રીના પુત્ર આશિષ ચલાવી રહ્યા હતા.

મળતી માહિતી મુજબ, આ વીડિયો યુપી કોંગ્રેસના હેન્ડલ પરથી પણ ટ્વીટ કરવામાં આવ્યો છે. વીડિયોની સાથે, કોંગ્રેસ તરફથી લખવામાં આવ્યું હતું કે, ન તો કોઈ ખેડૂત ઉપદ્રવ મચાવી રહ્યા હતા કે ન તો કોઈ ખેડૂત વાહન પર પથ્થરમારો કરી રહ્યા હતા. મંત્રીનો પુત્ર તેના પિતાના આદેશનું પાલન કરી રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *