ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

ભાજપના નેતા કાર્યકર્તાઓને કોરોના નહી થતો હોય! અહિયાં ભેગા થયા 300 લોકો

કોરોના મહામારીના કારણે લાખો લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે. ત્યારે સરકારે લોકોને આ મહામારીથી બચવા માટે સતત માસ્ક પહેરી રાખવા તથા સેનેટાઇઝરનો ઉપયોગ કરવા અને સામાજીક અંતર જાળવવા માટે અપીલ કરી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોનાને વૈશ્વિક મહામારી જાહેર કરી છે. દેશ-દુનિયામાં આ મહામારીએ કાળો કેર વર્તાવ્યો છે.

ત્યારે રાજ્યમાં જે પક્ષની સરકાર છે તેમના જ નેતાઓ પોતાની જવાબદારી ભૂલી ગયા છે અને સરકારે જાહેર કરેલ ગાઇડલાઇનનું ભંગ કર્યું છે. કોરોના મહામારીમાં નેતાઓ જ પોતાની જવાબદારી ભૂલી ગયા છે. નવસારીના ખેરગામમાં ભાજપનો જાહેર કાર્યક્રમ યોજાયો હતો. વાડ ગામે ભાજપની સભામાં 300 લોકોનું ટોળું એકઠું થયું હતું આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી સહિત ભાજપના ધારાસભ્યો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્યોની હાજરીમાં જ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. આ સભામાં જિલ્લા પંચાયતના બે સભ્યોએ ભગવો ધારણ કર્યો હતો.

વાત એ છે કે, સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે, કોઇ મોટા કાર્યક્રમ કરવા નહી અને લોકો મોટી સંખ્યામાં એકઠા થાય તેવા કાર્યક્રમો રદ્દ કરવા તો શાસક પક્ષ આવી ગંભીર ભૂલ કેવી રીતે કરી શકે? આ સભામાં પ્રદેશ મહામંત્રી સહિત ભાજપી ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. માટે એવો પણ આરોપ લાગી રહ્યો છે કે, ભાજપીઓ જ કોરોના સંક્રમણને વધારવાના પ્રયાસ કરી રહ્યા છે. આ સભામાં જિલ્લા પંચાયતના બે કોંગ્રેસી સભ્યોએ ભગવો ધારણ કર્યો હતો. કોંગી સભ્યો સહિત 70 કોંગ્રેસી કાર્યકરો પણ ભાજપમાં જોડાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.