અહીં સર્જાયો ચમત્કાર: બકરીએ વૃદ્ધ જેવો ચહેરો ધરાવતા બચ્ચાને આપ્યો જન્મ

Published on: 10:48 am, Thu, 8 April 21

અવાર-નવાર સોશિયલ મીડિયા પર અજીબોગરીબ તેમજ આશ્વર્યજનક જાણકારીઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક આશ્વર્યજનક ઘટના રાજ્યના વ્યારા જીલ્લામાંથી સામે આવી છે. સોનગઢ તાલુકામાં આવેલ તાપી નદીકાંઠે આવેલ જૂની સેલટીપાડા ગામમાંથી ઘટના સામે આવી છે.

એક પશુપાલન વ્યવસાયની સાથે સંકળાયેલ ખેડૂતને ત્યાં ગુરુવારની સવારમાં બકરીએ વિચિત્ર આકૃતિ ધરાવતા બચ્ચાને જન્મ આપ્યો હતો. આ બકરીના બચ્ચાનો ચહેરો કોઈ વૃદ્ધનો હોય એવું જોવા મળ્યો હતો. આમ, આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.

curiosity about a goat giving birth to an old faced cub in songadh - Trishul News Gujarati Breaking News

બકરીના બચ્ચાને પૂંછડી નહીં:
જૂની સેલટીપાડામાં રહેતા અજીતભાઈ વસાવા પશુપાલનનો વ્યવસાયની સાથે ખેતી પણ કરે છે. એમને ત્યાં એક બકરીએ વિચિત્ર આકાર ધરાવતા બચ્ચાને જન્મ આપ્યો હતો. બકરીના બચ્ચાનું કપાળ, આંખ, મોઢું તથા દાઢી જેવા અંગો એકદમ માનવી જેવા જ હોવાનું જોવા મળ્યું હતું. આશ્ચર્યની વાત તો એ છે કે, એને અન્ય બકરીના બચ્ચાની જેમ પૂંછડી પણ ન હતી.

નાના બાળકની જેમ જ બકરીનું બચ્ચું રડ્યું:
જન્મ બાદ ફક્ત 10 મિનિટ જીવેલા બચ્ચા એ 2 વાર નાનું બાળક જે રીતે રડે એ જ રીતે રડયું હોવાનું ઉપસ્થિત એવા વિલાસભાઈએ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ બચ્ચાના ફક્ત 4 પગ-કાન જ બકરીના બચ્ચા જેવા હતા, જયારે બાકીનું શરીર માનવી જેવું હતું. સ્થાનિક લોકો દ્વારા આ કોઈકે પૂર્વજે જન્મ લીધો છે એવી માનતાની સાથે વિચિત્ર આકાર સાથે જન્મેલ બકરીના બચ્ચાને પૂજા કરીને વિધિ સાથે દફનાવી દેવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.